પુલવામા હુમલાને એક વર્ષ વિત્યું છતાં એનઆઇએ ચાર્જશીટ દાખલ ન કરી શકી


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

પુલવામા હુમલાને એક વર્ષ થઇ ગયું, કાશ્મીરમાં આવેલા પુલવામામાં આતંકીઓેએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવી વિસ્ફોટ કર્યો હતો જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર મામલાની તપાસ એનઆઇએને સોપવામાં આવી હતી. જોકે હુમલાને એક વર્ષ વીતી ગયુ છતા હજુસુધી ચાર્જશીટ દાખલ નથી થઇ શકી.

20મી ફેબુ્રઆરી 2019ના રોજ એનઆઇએ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જોકે આટલો સમય વીતી ગયો છતા હજુસુધી કોઇ પણ ચાર્જશીટ દાખલ નથી કરવામાં આવી. જેને પગલે તપાસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. એજન્સીનું કહેવું છે કે હજુ આ મામલે તપાસ ચાલી રહી છે.

સામાન્ય કેસોમાં એનઆઇએ 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દેતી હોય છે પણ આ કેસમાં 365 દિવસ વીતી ગયા છતા ચાર્જશીટ દાખલ નથી થઇ શકી. સાથે જ એવો પણ રિપોર્ટ છે કે કેટલાક વિશેષ કેસોમાં એનઆઇએ વધુ સમય લઇ શકે છે.  એનઆઇએની એફઆઇઆર મુજબ 14મી ફેબુ્રઆરી 2019ના રોજ જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામામાં હુમલો કરવામાં આવ્યો હતો. 

જેમાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવાયો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જોકે બીજી તરફ તપાસ એનઆઇએને સોપવામાં આવી હતી. એનઆઇએના એક અિધકારીએ કહ્યું હતું કે અમારા માટે આ કેસ બ્લાઇન્ડ સમાન હતા, અનેક ચર્ચાઓ છે પણ કોર્ટ સમક્ષ અમારે દરેક શંકાને દુર કરવી જરૂરી છે. 

અત્યાર સુધીની તપાસમાં એ સામે આવ્યું છે કે સીઆરપીએફના કાફલા પર જે હુમલો કર્યો હતો તેનું નામ આતંકી આદિલ અહમદ ડાર હતું, જોકે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તેના શરીરના ચીથરા ઉડી ગયા હતા, આ સિૃથતિમાં તેના માસના ટુંકડાના આધારે ડીએનએ તપાસ કરી અને સાથે તેના માતા પિતાના ડીએએની તપાસ કરતા તેની ઓળખ થઇ શકી હતી. આ સિવાય કોઇ વિશેષ પુરાવા પણ હજુસુધી હાથ લાગ્યા નથી તેથી તપાસ ચાલી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SYxqRl
via Latest Gujarati News

Post a Comment

0 Comments