મહાકાય લઘુગ્રહ પ્રચંડ ગતિએ પૃથ્વી નજીક આવી રહ્યો છે : નાસા


3280 ફૂટનો પીઝેડ39 નામનો લઘુગ્રહ 57,240 કિ.મી.ની અતિ પ્રચંડ ગતિએ પૃથ્વી નજીક ધસી રહ્યો છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

 અફાટ અંતરીક્ષમાંથી એક વિરાટકાય લઘુગ્રહ આવતીકાલેઅથવા બહુ નજીકના દિવસોમાં પૃથ્વી નજીક આવે તેવી શક્યતા છે એવી ચિંતાજનક માહિતી અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસાએ આપી છે.

અંતરીક્ષમાંનો આ મહાકાય ખડક કે લઘુગ્રહ કદાચ પણ પૃથ્વી સાથે પ્રચંડ ગતિએ ટકરાય તો પૃથ્વીના એકાદ ખંડને કલ્પનાતીત કહી શકાય તેવું નુકસાન થાય તેવી પણ શક્યતા પણ નાસાએ વ્યક્ત કરી છે.

એક્સપ્રેસ યુકેનાં સૂત્રોના કહેવા મુજબ નાસાના એસ્ટેરોઇડ ટ્રેકરે  2002 પીઝેડ39 નામના પૃથ્વી  નજીકના આકાશીપીંડનેજોયો હતો. કદમાં 3,280 ફૂટનો અને  ભારે ભરખમ વજનનો લઘુગ્રહ 57,240 કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ તીવ્ર ગતિએ પૃથ્વી ભણી આવી રહ્યો છે.

ખગોળશાસ્ત્રીઓએ આ લઘુગ્રહને પોટેન્શિયલ હેઝાર્ડસ ઓબ્જેક્ટ(પી.એચ.ઓ.)ની શ્રેણીમાં મૂક્યો છે. વળી, નાસાના વિજ્ઞાાનીઓએ આ લઘુગ્રહને હાલ સમગ્ર વિશ્વના માનવી દ્વારા બનાવવામાં આવેલા કોઇપણ તોતિંગ બાંધકામ કરતાં પણ વધુ મોટો હોવાનો સંકેત આપ્યો છે.

નાસાનાં સૂત્રોએ એવો સંકેત પણ આપ્યો છે કે પીઝેડ39 લઘુગ્રહ કદાચ પણ તેની અતિ પ્રચંડ ગતિએ પૃથ્વીના વાતાવરણમાં આવીને પૃથ્વીની સપાટી સાથે ભયંકર પ્રહારથી ટકરાય તો એકાદ વિશાળ ખંડને કલ્પનાતીત કહી શકાય તેવું નુકસાન થાય તેવી શક્યતા ખરી.

વળી વિજ્ઞાાનીઓ  આ ખડકને એપોલો એસ્ટેરોઇડ કહે છે.એટલે કે આ લઘુગ્રહ સૂર્યની પ્રદક્ષિણા કરતો કરતો પૃથ્વી નજીક આવી જાય છે. આમ છતાં આ વિરાટ ખડક કદાચ પણ પૃથ્વીની ભ્રમણકક્ષામાં આવી જાય તો પૃથ્વી સાથેની ભયાનક ટક્કર થવાની શક્યતા વધી પણ જાય. 

જો  કે આ લઘુગ્રહ  આવતીકાલે  શનિવારે પૃથ્વીથી  36 લાખ કિ.મી.  જેટલા દૂરના  અંતરે હશે.  આ દ્રષ્ટિએ  પૃથ્વી સાથેની  ટક્કરની  શક્યતા નથી, એવી સ્પષ્ટતા પણ 'નાસા'એ   કરી  હોવાનું  જાણવા મળે છે.

ભૂતકાળમાં એટલે કે આજથી 6 કરોડ60 લાખ વરસ પહેલાં  પૃથ્વી સાથે જે લઘુગ્રહ ટકરાયો હતો તેનો વ્યાસ 10 કિલોમીટર જેટલો મોટો હતો.તે જ મહાકાય લઘુગ્રહની મહાજીવલેણ ટક્કરને કારણે પૃથ્વી પરનાં ભયાનક ડાયનોસરસું નિકંદન નીકળી ગયું હતું.મહાવિનાશ સર્જાયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wkBfsj
via Latest Gujarati News

Post a Comment

0 Comments