હાથ જોડીને કહું છું બેંકો બધા રૂપિયા લઇ લે પણ ભારત પાછો તો નહીં જ આવું : માલ્યા


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

ભાગેડુ વિજય માલ્યાની સામે બ્રિટનની કોર્ટમાં ધીરે ધીરે સકંજો કસાઇ રહ્યો છે. આ સિૃથતિ વચ્ચે હવે વિજય માલ્યા પોતાને ભારત આવવાથી બચાવવા માટે હવાતિયા મારી રહ્યો છે. હાલ તેણે કહ્યું છે કે હું જે પણ રકમની મે લોન લીધી છે તે 100 ટકા રકમની ભરપાઇ કરી આપવા માટે હું તૈયાર છું. પણ ભારત નહીં આવું.

માલ્યાએ કહ્યું હતું કે હું બેંકોને હાથ જોડીને વિનંતી કરૂ છું કે જે મૂળ રકમ છે તેનું 100 ટકા ચુકવણું કરવા માટે હું તૈયાર છું. 64 વર્ષીય વિજય માલ્યાના પ્રત્યાર્પણની તૈયારી ચાલી રહી છે અને તેને ભારતમાં જે જેલમાં રાખવામાં આવશે તે પણ તૈયાર છે. બ્રિટનની કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે પણ બાદમાં માલ્યાએ તેને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો.

જોકે હાલ માલ્યાના નિવેદન પરથી એવુ અનુમાન લગાવાઇ રહ્યું છે કે ઉપલી કોર્ટ પણ માલ્યાની તરફેણમાં નહીં પણ ભારતની તરફેણમાં ચુકાદો આપી શકે છે.  માલ્યાએ દાવો કર્યો હતો કે ઇડી અને બેંકોએ મારી વિરૂદ્ધ એવી ફરિયાદો કરી છે કે હું ભરપાઇ નથી કરી રહ્યો. મે પીએમએલએ અંતર્ગત કોઇ જ અપરાધ નથી કર્યો કે ઇડીએ મારી સંપત્તિ જપ્ત કરવી પડે. 

માલ્યાએ આ નિવેદન લંડનમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આપ્યું હતું, બ્રિટનની કોર્ટના ન્યાયાધીશ લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઇરવિન અને જસ્ટિસ એલિજાબેથ વિંગે સુનાવણી કરી હતી. માલ્યાના પ્રત્યાર્પણનો મામલો એટલા માટે પણ અટક્યો છે કે આ કેસમાં છેતરપીંડિ થઇ છે કે કેમ તેની દલિલો કોર્ટમાં ચાલી રહી છે.

કોર્ટમાં માલ્યાના વકીલે એવો દાવો કર્યો છે કે આ કેસ છેતરપીંડિનો છે જ નહીં, કિંગફિશર એક વ્યવસાયિક નિષ્ફળતા હતી. જ્યારે ભારત સરકાર વતી દલીલો કરી રહેલા માર્ક સમર્સે કહ્યું હતું કે અમારૂ માનવુ છે કે માલ્યાએ લોન લેવા માટે જુઠનો સહારો લીધો હતો. બાદમાં આ પૈસાને પરત આપવાની ના પાડી દીધી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UUxLHk
via Latest Gujarati News

Post a Comment

0 Comments