
રાયપુર, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
છત્તીસગઢમાં સીઆરપીએફના કોબરા કમાન્ડોએ નકસલીઓના મોટા અડ્ડા પર જબરજસ્ત હુમલો કર્યો હતો. રાજ્યના બીજાપુરના ઇરાપલ્લીમાં સીઆરપીએફની 151 , કોબરાની 201,204,206 અને 208 બટાલિયને નવમી ફેબુ્રઆરીએ નકસલીઓના અડ્ડા પર મોટો હુમલો કર્યો હતો જેમાં દસ નકસલીઓ માર્યા ગયા હતા અને બે જવાનો શહીદ થયેલા. ગુપ્તચરના અહેવાલ અનુસાર,ઓપરેશન છત્તીસગઢના બીજાપુરમાં કરાયો હતો.
ઇરાપલ્લીમાં નકસલીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ આવેલો હતો જેને સુરક્ષા દળોએ ઉડાડી દીધો હતો. હુમલા પછી નકસલીઓએ પણ વળતો હુમલો કરી બે જવાનોને ઠાર માર્યા હતા. એક નાયબ કમાન્ડન્ટ ઘાલય થયો હતો. પણ સુરક્ષા દળોએ જે રીતે ઓપરેશન પાર પાડયો તેને જોઇ નકસલીઓ ભાગી છુટયા હતા. ત્યાર પછી જવાનોએ અડ્ડાની ઘેરાબંદી કરી શોધ આદરી હતી જેમાં તેમને શસ્ત્રો બનાવવાની ફેકટરી અને વિસ્ફોટકો મળ્યા હતા.
નકસલીઓ ત્રણ બાજુથી પહાડોથી ઘેરાયેલા આ વિસ્તારમાં શસ્ત્રો ચલાવવાની તાલીમ આપતા. ઓપરેશન વખતે ત્યાં 200 નકસલીઓ હતા જેઓ સામસામે થયેલા ગોળીબારમાં ભાગી ગયા હતા. જો કે નકસલીઓ એ ભાગતા ભાગતા કરેલા હુમલામાં બે જવાન શહીદ થયા હતા. નકસલીઓના મોટા અડ્ડામાં બંદુક બનાવવાની ફેકટરી અને વિસ્ફોટકોનો મોટો જથ્થો કબજે કર્યો હતો.
સુરક્ષા દળોએ બંદુક બનાવવ માટેની લોખંડના સળિયા, નાળ, આઇઇડી,12 બોરનો તમંચો, મોર્ટાર અને વિસ્ફોટકો કબજે કર્યા હતા.આ વિસ્તારમાં નકસલીઓઓ પોતાના ઘાયલ સાથીઓની સારવાર માટે કામચલાઉ દવાખાના, પાટાપિંડી માટે સાધનો અને દવાઓ રાખી હતી. ઉપરાંત સુરક્ષા દળોનો સામનો કરવા માટે એડવાન્સ ટ્રેનિંગ પણ આપતા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2u34Vtc
via Latest Gujarati News
0 Comments