
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
વિદ્યા બાલને પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. સોશિયલ મીડિયા પર તેણે આ ફિલ્મનું પોસ્ટર શેયર કર્યું હતું.
'શેરની' ફિલ્મમાં તે લીડ રોલ કરી રહી છે.
ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ફિલ્મમાં વિદ્યા બાલન મુખ્ય રોલ કરવાની છે. હાલ વિદ્યા શકુંતલા દેવીની બાયોપિકમાં વ્યસ્ત છે, જે પુરુ થતાં જ તે આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં વિદ્યાનું પાત્ર ફોરેસ્ટ ઓફિસરનું હોય તેવી ધારણા છે.
જોકે ફિલ્મસર્જકે આ વાતનો ખુલાસો કર્યો નથી. આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત છે. સાલ ૨૦૧૮માં અવનિ નામની એક વાઘણ માનવભક્ષી બની ગઇ હતી, તેણે ૧૪ મનુષ્યોનું ભક્ષણ કરી ગઈ હતી પરિણામે સુપ્રીમ કોર્ટે તેને ઠાર કરવાનો નિર્ણય લીો હતો. આ સત્ય ઘટના સાથે આ ફિલ્મ જોડાઇ હોવાનુ મનાઇ રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bEc2ZQ
via Latest Gujarati News
0 Comments