સલમાને આગામી ફિલ્મમાં બ્રાઝિલની અભિનેત્રીને તક આપી


(પ્રતિનિધિ દ્વારા)        મુંબઇ,તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

સલમાન ખાન બોલીવૂડમાં નવા નવા ચહેરાઓને લોન્ચ કરવા માટે જાણીતો છે. ફક્ત ભારતીય જ નહીં પરંતુ વિદેશી અભિનેત્રીઓને પણ પોતાની ફિલ્મમાં તક આપી છે. હવે સલમાનની  આગામી ફિલ્મમાં એક બ્રાઝીલ અભિનેત્રી જોવા મળશે. 

બ્રાઝીલ મોડેલ લૈરિસા બોન્સીએ  સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેની એક તસવીર શેયર કરી હતી. સાથે કેપ્શન લખી હતી  કે, '' હું બોલીવૂડના જાણીતા અને લોકપ્રિય સસ્ટાર સાથે કામ કરવા માટે ગર્વ અનુભવી રહી છું. તેમજ આનંદિત મહેસૂસ કરી રહી છુ. એની સાથે કામ કરવાથી અને તેમના પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે, હું સ્વયંને ભાગ્યશાળી માની રહી છું કે મને સલમાન જેવા અભિનેતા સાથે કામ કરવાની તક મળી,''

અ સોશિયલ મીડિયાના  સંદેશાથી સ્પ્ષટ થાય છે કે સલમાનના આગામી પ્રોજેક્ટમાં લૈરિસાજોવા મલશે. જોકે લૈરિસાએ આ પહેલા ભારતીય મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UWoGgX
via Latest Gujarati News

Post a Comment

0 Comments