બગદાદ, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ અત્યાર સુધી ખતમ થયો નથી. તણાવ વચ્ચે જ એકવાર ફરી ઈરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ પર રૉકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ અમેરિકી સેના સાથે જોડાયેલા સૂત્રોએ કરી છે.
ગત વર્ષે ઓક્ટોબર 2019થી લઈને અત્યાર સુધી સતત 19મો હુમલો છે. જે વિસ્તારમાં રૉકેટ દાગવામાં આવ્યા છે ત્યાં કેટલાક એરક્રાફ્ટ જોવામાં આવ્યા છે. આ હુમલો ગ્રીન ઝોનમાં થયો છે, જ્યાં કેટલાક તમામ સરકારી ભવન છે.
આ જગ્યા પર કેટલાક દેશોના દૂતાવાસ પણ છે. 13 ફેબ્રુઆરીએ ઈરાને અમેરિકાને ધમકી આપી હતી કે ઈરાન અમેરિકા અને ઈઝરાયલ પર હુમલો કરશે. માનવામાં આવી રહ્યુ છે કે ઈરાન એવા હુમલા કરીને અમેરિકા પર દબાણ બનાવી રહ્યુ છે.
ઈરાનના મેજર જનરલ હુસેન સલામીએ જનરલ કાસિમ સુલેમાનીના મોતના 40 દિવસ બાદ કહ્યુ હતુ કે જો અમેરિકા અથવા ઈઝરાયલ જરા પણ ભૂલ કરશે તો તેની પર અમે હુમલો કરશે.
ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકાની વચ્ચે સંબંધ બગડી ગયા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SMq9Uy
via Latest Gujarati News
0 Comments