આ BJP નેતાએ કેજરીવાલને શપથ ગ્રહણ સમારોહ પહેલા આપી શુભકામનાઓ

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર

ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં જીત બદલ શુભકામનાઓ આપી છે. સાથે જ તેમણે કેજરીવાલને ચાર વિનંતી કરતા લખ્યુ કે દિલ્હીમાં પ્રદૂષણ, સ્વચ્છ પાણી, રોડ, ઉદ્યોગ અને યમુના માટે ખાસ પગલા ઉઠાવવા જરૂરી છે. જો આ દિશામાં તાત્કાલિક નિર્ણાયક પગલા ના લેવાયા તો શહેર કેટલાય વર્ષ પાછળ જતુ રહેશે. 

બીજી વિનંતીમાં કપિલે દિલ્હીમાં આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાને જલ્દ લાગુ કરવા કહ્યુ. કપિલ મિશ્રાએ ત્રીજી વિનંતીમાં અરવિંદ કેજરીવાલને કહ્યુ કે નગર નિગમોને પૈસા આપી દો. શહેરમાં નગર નિગમ સારી રીતે ચાલે એ સૌ માટે જરૂરી છે.

મિશ્રાએ ટુકડે-ટુકડે ગેંગની ફાઈલ ના રોકવા વિનંતી કરી. કપિલે કહ્યુ કે હવે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. રાજકારણ છોડીને દિલ્હીનું કામ કરીએ. કેન્દ્ર સરકાર પાસેથી દિલ્હીને કોઈ પણ કામ હોય તો તેઓ વિના સંકોચ જણાવી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uFdFGk
via Latest Gujarati News

Post a Comment

0 Comments