પાકિસ્તાની ‘લશ્કરી જેલ’માંથી આતંકવાદી પલાયન થઇ ગયો

ઇસ્લામાબાદ તા. 7 2020, શુક્રવાર

પાકિસ્તાનના સરહદી પ્રાંતમાં રહીને કન્યાઓને ભણાવવાનો પ્રચાર કરતી મલાલા યુસુફઝાઇ પર ગોળીબાર કરનારો આતંકવાદી પાકિસ્તાની લશ્કરી જેલમાંથી નાસી ગયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

અહેસાનુલ્લાહ અહેસાન નામના આ આતંકવાદીની એક ઓડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર ફરતી થઇ હતી જેમાં એ એવી ગુલબાંગ મારતો હતો કે હું પાકિસ્તાની લશ્કરી જેલમાંથી નાસી છૂટ્યો છું.

આ માણસ 2014માં પેશાવરની સ્કૂલ પર થયેલા આતંકવાદી હુમલામાં પણ સંડોવાયેલો હતો. આ હુમલામાં સાવ નિર્દોષ એવાં 132 બાળકો માર્યાં ગયાં હતાં.

આ આતંકવાદીએ પાકિસ્તાની લશ્કર સાથે થયેલી સમજૂતી મુજબ 2017ના ફેબ્રુઆરીની પાંચમીએ આત્મ સમર્પણ કર્યું હતું. ત્યારથી એ લશ્કરની જેલમાં હતો. લશ્કરની અત્યંત જડબેસલાખ સિક્યોરિટીવાળી જેલમાંથી કોઇ કેવી રીતે નાસી જઇ શકે એ એક સવાલ છે.

એટલે શક્ય છે કે પાકિસ્તાની લશ્કરે પોતે દુનિયાની આંખમાં ધૂળ નાખવા એની ધરપકડનું નાટક કર્યું હોય અને પછી એને નસાડી દીધો હોચ. ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ એબોટાબાદમાં રહેતો હતો ને !




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H0p2uR
via Latest Gujarati News

Post a Comment

0 Comments