
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 ફેબ્રુઆરી 2020, સોમવાર
રિયલ લાઇફના પિતા પુત્ર અનિલ કપૂર અને હર્ષવર્ધન રીલ લાઇફમાં પણ પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળશે.આની ઘોષણા અનિલ કપૂરે રવિવારે સોશિયલ મીડિયા પર કરી હતી. આ એક બાયોપિક છે.
નિશાનેબાજ અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં હર્ષવર્ધન અભિનવ બિન્દ્રાની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે અનિલ કપૂર તેના પિતાના પાત્રમાં જોવા મળશે. પહેલી વખત પિતા-પુત્ર રૂપેરી પડદે સાથે કામ કરશે. અનિલે હર્ષવર્ધન અને બિન્દ્રા સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે, ' શરૂઆત થઇ રહી છે'. આ ફિલ્મ અભિનવ બિન્દ્રાની આત્મકથા ' એ શોટ એટ હિસ્ટ્રી ઃ માઇ ઓબ્સેસિવ જર્ની ટુ ઓલંપિક ગોલ્ડ એન્ડ બિયોન્ડ' પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે, હર્ષવર્ધને સાલ ૨૦૧૬માં ફિલ્મ 'મિરઝયા' ફિલમથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ ંહતું. આપછીના બે વરસ બાદ ૨૦૧૮માં કેણએ સુપરહીરો ' ભાવેશ જોશી'માં કામ કર્યું હતું.
આ બાયોપિકની ઘોષણા હર્ષવર્ધને ૨૦૧૭ના સ્પેટમ્બર માસમાં કરી હતી. તેણે પોતાની અને અભિનવ બિન્દ્રાની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે સાથેટાંક્યુ હતુ ંકે, '' અભિનવ બિન્દ્રાનું પાત્ર ભજવવાની તકથી હું આનંદવિભોર થઇ ગયો છું. હું આ પાત્રને ન્યાય આપવા મારાથી તમામ પૂરતા પ્રયાસ કરીશ.''
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vG6RIA
via Latest Gujarati News
0 Comments