
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 17 ફેબ્રુઆરી 2020, સોમવાર
સિનેમા જગતામાં ઘણા એવા કલાકારો છે, જે ફિલ્મની સફળતા માટે વિવિધ નુસખા અજમાવતા હોયછે. અક્ષય કુમાર પણ આમાંથી બાકાત નથી. તેણે પોતાની આવનારી ફિલ્મ 'સૂર્યવંશી'ની ટ્રેલર લોન્ચની તારીખમાં ફેરફાર કર્યો છે.
જાણકારીના અનુસાર, આ ફિલ્મનું ટ્રેલર પહેલા ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના એ રિલીઝ કરવાનું હતું. પરંત હવે તારીખમાં બદલાવ કરીને ૨ માર્ચ ૨૦૨૦ કરવામા ં આવી છે. કહેવાય છે કે, આ તારીખના સરવાળી સંખ્યા નવ આવે છે,જે અક્ષય માટે ભાગ્યશાળી છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતુ ંકે, '' અક્ષય કુમારનો લકી નંબર નવ છે, અને ૨-૩-૨૦૨૦નો સરવાળો પણ નવ થાય છે. તેથી અક્ષય આ તારીખે ટ્રેલર રિલીઝ કરવા ઇચ્છે છે. પહેલા ૨૭ ફેબ્રુઆરી રાખવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ પણ ૨૭ માર્ચના છે. ઉલ્લેખનીય છે કે, તેની ફિલ્મ 'ગુડ ન્યુઝ' ૨૭ ડિસેમ્બરના રિલીઝ થઇ હતી અને તેનું ટ્રેલર ૧૮ નવેમ્બરના રિલીઝ કરવામાં આવ્યું હતું.
જ્યારે ફિલમ 'મિશન મંગલ'નું ટ્રેલર પણ ૧૮ જુલાઇના લોન્ચ થયું હતું. જેનો સરવાળો પણ નવ થાય છે. તેથી જ પોતાના આ લકી આંકડાને જ અનુસરવા માંગે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Br0MU
via Latest Gujarati News
0 Comments