
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
પુલવામા હુમલાને એક વર્ષ થયું છે, 40 જવાનોનો ભોગ લેનારા આ હુમલાને લઇને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટરનો ઉપયોગ કરીને પૂછ્યું હતું કે આ હુમલાથી કોને સૌથી વધુ લાભ થયો? કોણ જવાબદાર છે?
હુમલાને એક વર્ષ વીત્યું છતા એનઆઇએ દ્વારા કોઇ ચાર્જશીટ દાખલ નથી થઇ જેને પગલે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે આ કેસમાં ભાજપ કોને જવાબદાર ઠેરવશે? હુમલો થયો ત્યારે સુરક્ષામાં ખામી સામે આવી તે સૌ કોઇ જાણે છે પણ આ સુરક્ષામાં થયેલી ચુક માટે કોઇને જવાબદાર કેમ નથી ઠેરવ્યા હજુ?
રાહુલ ગાંધીના આ ટ્વિટને લઇને બાદમાં વિવાદ થયો હતો. ભાજપે રાહુલ ગાંધી આતંકીઓને જ મદદ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન અતી શરમજનક છે. જ્યારે દેશ શહીદોને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી આ હુમલાનો ઉપયોગ સરકાર પર હુમલા માટે કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38EXYO9
via Latest Gujarati News
0 Comments