
મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2020 મંગળવાર
ઝવેરી બજારખાતે ની ગગનચુંબી ઈમારતના ૧૫મા માળેથી ૬૧ વર્ષના હીરાના વેપારીએ ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનો બવાન મંગળવારે સવારે બન્યો છે.
ડીબી માર્ગ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર ધીરેન શાહે પ્રસાદ ચેમ્બર્સના ૧૫મા માળેથી ઝંપલાવતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવાયો છે
પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ બે લીટીની સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે અંતિમ પગલાંનો નિર્ણય પોતાનો જ છે અને કોઈને જવાબદાર ઠેેરવવામાં આવે નહીં. આ નોટ તેમના ટેબલ પરથી મળી હતી. પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી.
હીરાની પોલિશિંગ અને એક્સપોર્ટ કંપનીના માલિક શાહ ૧૫ માળના પ્રસાદ ચેમ્બરના ટોચના માળે ઓફિસ ધરાવતા હતા.રોજની જેમ મંગળવારે સવારે ઓફિસે ૯.૪૫ વાગ્યાના સુમારે આવ્યા હતા. કેટલાંક કર્મચારીને શાહે જણાવ્યું હતું કે તેઓ અગાસીમાં આંટો મારવા જાય છે. ત્યાર પછી તરત જ તેમણે ઝંપલાવી દીધું હતું.
શાહ નેપીયન સી રોડ પર પરિવાર સાથે રહેતાહતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. તેમનો પુત્ર અમેરિકામાં છે અને પરિવારના વ્યવસાયના વિદેશના કામકાજ સંભાળે છે. અંતિમ ક્રિયા બાદ પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોના નિવેદન લેશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uaHH4p
via Latest Gujarati News
0 Comments