શાહીનબાગના પ્રદર્શનકારી અને સુપ્રીમની પેનલ વચ્ચે આજે વાટાઘાટો


નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર

દિલ્હીના શાહિન બાગમાં બે મહિનાથી મહિલાઓ સીએએ અને એનઆરસીના વિરોધમાં ધરણા પર બેઠી છે, જેને પગલે સ્થાનિકોનો દાવો છે કે વિરોધ પ્રદર્શનને કારણે અહીંનો મુખ્ય રોડ જ બંધ કરી દેવાયો છે. આ રોડ ખુલ્લો મુકવા અંગે મહિલાઓ સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠીત પેનલ વાતચીત કરી શકે છે. 

બીજી તરફ પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે અમે વાતચીત કરવા માટે તો તૈયાર છીએ પણ નાગરિકતા સંશોધન કાયદાને પરત લેવા માટે તૈયાર નથી. 

સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજઓ થઇ છે જે દરમિયાન કોર્ટે વાતચીત માટે એક પેનલની રચના કરી છે જેમાં વરિષ્ઠ વકીલ સંજય હેગડે, વજાહત હબીબુલ્લા અને સાધના રામચંદ્રને સર્વમાન્ય ઉપાયો પર ચર્ચા કરી હતી. 

એવા અહેવાલો છે કે શાહીન બાગના પ્રદર્શનકારીઓ ઇચ્છે છે કે અત્યાર સુધી જે પણ સમય વિરોધ પ્રદર્શનમાં આપ્યો છે તેનું કોઇ યોગ્ય પરીણામ આવે અને આ વિવાદનો ઉકેલ આવે.

તેઓ અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ મળી ચુક્યા છે અને વિરોધમાં સાથ માગી રહ્યા છે. જેનું પરીણામ એ આવ્યું છે કે અનેક રાજ્યોમાં સીએએ, એનઆરસી અને હવે એનપીઆર સામે વિધાનસભામાં જ ઠરાવ પણ પસાર કરવામાં આવી ચુક્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32dlBL5
via Latest Gujarati News

Post a Comment

0 Comments