આસામમાં નાગરિકતા સાબિત કરવા પાન કાર્ડ, જમીન કે બેંકના દસ્તાવેજ અપૂરતા : હાઈકોર્ટ


ગુવાહાટી, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર

હાલ નાગરિકતા પુરવાર કરવાને લઇને વિવાદો ચાલી રહ્યા છે. સરકાર જો એનઆરસી લાગુ કરી દે તો દેશના દરેક નાગરિકે પોતે આ દેશનો નાગરિક છે કે નહીં તેના પુરાવા આપવા પડશે તેવા દાવા થઇ રહ્યા છે.

આ સિૃથતિ વચ્ચે ગુવાહાટી હાઇકોર્ટે નાગરિકતા માટે જરૂરી દસ્તાવેજો અંગે એક અવલોકન કર્યું છે, જેમાં કોર્ટે કહ્યું છે કે પાનકાર્ડ, બેંક કે જમિન સાથે જોડાયેલા દસ્તાવેજો નાગરિકતા સાબિત ન કરી શકે.  

આસામમાં 19 લાખ લોકો પોતે ભારતીય નાગરિક છે કે કેમ તે પુરવાર નથી કરી શક્યા અને તેમણે જે પણ દસ્તાવેજો રજુ કર્યા હતા તે નાગરિકતા માટે યોગ્ય નથી. આ 19 લાખ લોકોમાં મોટા ભાગના હિંદુઓ છે, આવી જ એક મહિલાએ પોતે ભારતીય નાગરિક છે તે દાવા સાથે ગુવાહાટી હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

આ દરમિયાન ગુવાહાટી હાઇકોર્ટની ડિવિઝનલ બેંચના ન્યાયાધીશ મનોજિત અને પાિર્થવ જ્યોતીએ જણાવ્યું હતું કે પાન કાર્ડ, જમિનનો રેકોર્ડ, બેંક ખાતા ખોલવામાં આવ્યા હોય તેનો કોઇ રેકોર્ડ વગેરે નાગરિકતા પુરવાર કરવા માટે પુરતા નથી અને આ દસ્તાવેજોથી નાગરિકતા પુરવાર ન થાય. 

આસામના બકસા જિલ્લાની રહેવાસી જબેદા બેગમનું નામ એનઆરસીની યાદીમાં નહોતું, જેને પગલે તેણે ફોરેન ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી પણ ત્યાં તેઓ પોતાની નાગરિકતા પુરવાર નહોતા કરી શક્યા. આ સિૃથતિ વચ્ચે બાદમાં ટ્રિબ્યૂનલના નિર્ણયને ગુવાહાટી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 

જોકે હાઇકોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી, વિવાદ વચ્ચે આ મહિલાએ ટ્રિબ્યૂનલને જણાવ્યું હતું કે મતદાર યાદીમાં મારા માતા પિતા અને દાદા દાદીનું નામ હતું, જોકે હાઇકોર્ટમાં ટ્રિબ્યૂનલે દાવો કર્યો હતો કે આ મહિલા એવા કોઇ જ પુરાવા રજુ નથી કરી શકી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SI6NkF
via Latest Gujarati News

Post a Comment

0 Comments