નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને CRPFએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. CRPFએ લખ્યું કે, અમે ભૂલ્યા નથી, અને અમે તેમને છોડ્યા નથી. હુમલામાં શહીદ થયેલા અમારા ભાઈઓને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે ખભાથી ખભો મીલાવી ઊભા છીએ.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી, 2019માં આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમા આશરે 40 જેટલા જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના અડ્ડાનો ખાત્મો બોલાવ્યો હતો.
આદિલ અહમદ ડાર હતો મુખ્ય આરોપી
પ્રારંભિક પૂછતાછ દરમિયાન આદિલ અહમદ ડારના પરિવારજનોએ એ સંભાવનાને નકારી કાઢી હતી કે, તેમનો દિકરો આતંકી હુમલામાં સામેલ થાય. પણ સંભિવત ઘટનાસ્થળ પર શરીરના જે ટૂકડાઓ મળ્યા હતા તેમાંથી એક આદિલના પિતા ડિએનએ કરાવવામાં આવતા મેચ થઈ ગયું હતું. તેમજ પુલવામામાં આતંકવાદી હુમલાની થોડીક મિનિટ બાદ મેસેજિંગ પ્લેટફોર્મ પર એક યુવકની તસવીર અને બે વિડિયો આગની જેમ વાયરલ થઇ રહી છે.
આ બંને વિડિયોમાં યુવકે પુલવામામાં હુમલાની જવાબદારી લીધી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વિડિયોમાંથી એક કાશ્મીરી અને બીજો ઉર્દુ ભાષામાં હતો.
આ વિડિયોમાં જૈશનો આતંકવાદી હોવાનો દાવો કરી રહેલો યુવક પોતાની ઓળખ પુલવામાના કાકપોરા વિસ્તારના ગાંદીબાધના આદિલ અહમદ ડાર ઉર્ફ વકાસ કમાન્ડર તરીકે કરી. પોલીસ સુત્રો અનુસાર આ વાતની ખાતરી કરવામાં આવી છે કે બસ સાથે વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર અથડાવનાર શંકાસ્પદ આતંકવાદી આદિલ ડાર હતો.
"तुम्हारे शौर्य के गीत, कर्कश शोर में खोये नहीं।
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 13, 2020
गर्व इतना था कि हम देर तक रोये नहीं।"
WE DID NOT FORGET, WE DID NOT FORGIVE: We salute our brothers who sacrificed their lives in the service of the nation in Pulwama. Indebted, we stand with the families of our valiant martyrs. pic.twitter.com/GfzzLuTl7R
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2whyNTl
via Latest Gujarati News
0 Comments