વોશિંગ્ટન, તા.25 માર્ચ 2020, બુધવાર
અત્યારે અમેરિકા કોરોનાની કટોકટીનો સામનો કરી રહ્યુ છે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આશા છે કે, દેશની ઈકોનોમી 12 એપ્રિલ સુધીમાં પાટા પર ચઢી જશે.
બીજી તરફ અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે.તેમાં પણ એક દિવસમાં 10000 કેસ સામે આવતા દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 44000 પર પહોંચી ચુકી છે.પહેલી વખત એક જ દિવસમાં 130 લોકોના મોત પણ થયા છે.જેના કારણે અમેરિકામાં 550 લોકો અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતને ભેટી ચુક્યા છે.
અમેરિકામાં પણ લોકડાઊન વચ્ચે વસ્તુઓના કાળાબજાર થઈ રહ્યા છે.અમેરિકન સરકારે ચેતવણી આપી છે કે, જે પણ કાળાબજારમાં સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકામાં ન્યૂયોર્ક શહેર કોરોનાનુ એપિસેન્ટર બની ગયુ છે.અહીંયા એક જ દિવસમાં કોરોનાના 5000 નવા દર્દીઓ સામે આવ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uh6lup
via Latest Gujarati News
0 Comments