
મહારાષ્ટ્રમાં 11 દર્દીઓ ભાગી ગયા: અનેક રાજ્યોમાં 31મી સુધી મોલ, સ્કૂલ-કોલેજો બંધ કરવા આદેશ
નવી દિલ્હી, તા.16 માર્ચ, 2020, સોમવાર
કોરોના વાઇરસ ધીરે ધીરે બધા રાજ્યોમાં ફેલાવા લાગ્યો છે. ઓડિશામાં પણ વાઇરસનો પહેલો કેસ સામે આવ્યો છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં કુલ 114 લોકો કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા છે અને તેમને સારવાર અપાઇ રહી છે.
જે નવા કેસો સામે આવ્યા છે તેમાં જમ્મુ કાશ્મીર, કેરળનો પણ સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ કફોડી સિૃથતિ મહારાષ્ટ્રની છે કે જ્યાં વધુ ચાર લોકોને આ વાઇરસે ભરડામાં લીધા છે અને દેશમાં સૌથી વધુ 37 કેસો મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. માત્ર મુંબઇમાં જ ચાર નવા કેસો કોરોનાના સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે.
જ્યારે કોરોના નાઇરસની સારવાર લઇ રહેલા 11 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા છે અને આ રીતે દર્દીઓના ભાગી જવાની મહારાષ્ટ્રમાં આ ત્રીજી ઘટના છે જેને પગલે વાઇરસ વધુ ફેલાવાની ભીતિ છે, એટલુ જ નહીં અહીંના મુંબઇ પાસેના પાનવેલી વિસ્તારમાં આવેલી હોસ્પિટલનો સ્ટાફ કોરોના વાઇરસના દર્દી હોવાની શંકા જણાતા ભાગી ગયો હોવાના અહેવાલો છે. મહારાષ્ટ્રમાં મોટા મંદિરોને પણ હાલ પુરતા બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓડિશામાં એક શખ્સ ઇટાલીથી પરત ફર્યો હતો તેને પણ કોરોના વાઇરસ લાગી ગયો છે અને તાત્કાલીક તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. 33 વર્ષીય આ દર્દી દિલ્હી એરપોર્ટ પર સૌથી પહેલા પહોંચ્યો હતો ત્યાંથી તે ટ્રેન દ્વારા ભુવનેશ્વર આવ્યો હતો, તેથી એવી શક્યતાઓ છે કે તે જ્યાં પણ ગયો ત્યાં કોરોના વાઇરસ થવાની શંકાઓ છે. જોકે તેની સિૃથતિમાં સુધારો છે તેમ સરકારે દાવો કર્યો છે.
અનેક રાજ્યોમાં શાળા કોલેજો, થીયેટરો, મોલ, સ્વિમિંગ પુલ, જીમ, વગેરેને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીમાં આ ઉપરાંત વધારાના પગલા લેવાયા છે અને કોઇ પણ જાહેર, ધાર્મિક. સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન કેજરીવાલે આપ્યો છે.
બીજી તરફ બિહારમાં કોઇ મોટા પ્રતિબંધો નથી લગાવાયા, મુખ્ય પ્રધાન નિતિશ કુમારે દાવો કર્યો હતો કે આવા કોઇ પ્રતિબંધોની જરૂર નથી અને લોકોએ સાવચેત રહેવાની વધુ જરૂર છે.
રાજ્યોવાર સિૃથતિ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 37 કેસો સાથે 38 ટકા મામલા સામે આવ્યા, કેરળમાં 23 જેમાં ત્રણ દર્દીઓને સાજા કરી લેવાયા છે. ઉત્તરાખંડ અને ઓડિશામાં પહેલો કેસ સામે આવ્યો, ઉત્તર પ્રદેશમાં પણ 13 કોરોના કેસો પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે જેમાં ચારને સારવાર અપાઇ અને તેઓ સાજા થઇ ગયા છે. રાજસૃથાનમાં પણ ચાર કેસો સામે આવ્યા છે.
પંજાબમાં એક, આંધ્ર અને તાલિમનાડુમાં પણ એક કેસ સામે આવ્યો છે. હરિયાણામાં 14 વિદેશીઓ સિવાય કોઇ નવો કેસ સામે નથી આવ્યો. જ્યારે દિલ્હીમાં સાત લોકોને કોરોના વાઇરસ લાગી ગયો હતો જેમાં એકનું મોત થયું છે તેવી જ રીતે કર્ણાટકમાં છ કેસો સામે આવ્યા તેમાં એકનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં જે કેસો સામે આવ્યા તેમાં 97 ભારતીય અને 17 વિદેશીઓ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39RSoZ8
via Latest Gujarati News
0 Comments