કોરોનાનું એપીસેન્ટર હવે યુરોપ,120 દેશોમાં 5,000થી વધુ લોકોનાં મોત


પેરિસ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર

વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલા કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોરોના વાઇરસથી મૃતકોનો આંકડો 5,000થી વધુ થઈ ગયો છે અને 1,39,095 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

વિશ્વમાં કોરોના બીમારીના 4,539 નવા કેસો સામે આવ્યા છે અને વધુ 143નાં મોત સાથે કુલ 5,117 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાઇરસનું એપી સેન્ટ્ર અત્યાર સુધી ચીનનું વુહાન હતું, જે હવે બદલાઈને યુરોપ થઈ ગયું છે તેમ વિશ્વ આરોગ્ય સંસૃથાએ જણાવ્યું હતું.

એકબાજુ ચીનમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે ત્યારે યુરોપમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે. વિશ્વમાં કોરોનાના પ્રસારનો ભય એટલો બધો છે કે સમગ્ર વિશ્વમાં સ્કૂલ, કોલેજો, ઓફિસો, સ્ટેડિયમ બંધ થઈ રહ્યા છે. વૈશ્વિક આૃર્થતંત્ર પર પણ તેની વિપરિત અસર પડી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોનાં પત્ની, ફૂટબોલ ખેલાડી સહિત અનેક સેલિબ્રિટીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી છે.

હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ-19નો ચેપ સમગ્ર દુનિયામાં એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે લોકોના પ્રવાસો પર પ્રતિબંધ મુકાઈ રહ્યા છે અને જાહેર સમારંભો સૃથગિત થઈ રહ્યા છે. 

ચીનમાં શુક્રવારે કોરોનાથી મોતના વધુ આઠ કેસ સામે આવ્યા પછી ચીનમાં મૃતકોની કુલ સંખ્યા 3,177 થઈ ગઈ છે. જોકે, ચીનમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઘટી રહ્યો છે. શુક્રવારે કોરોનાના માત્ર 22 નવા કેસ નોંધાયા હતા. જોકે, કોરોનાથી પીડિત કુલ લોકોની સંખ્યા 80,815 થઈ હતી.

ઈરાનમાં 514 મોત, કુલ કેસ 11,364

ચીન પછી કોરોનાની સૌથી વધુ ગંભીર અસર ઈટાલી અને ઈરાન પર પડી છે. ઈરાનમાં શુક્રવારે નવા 85નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 514 અને કુલ કેસની સંખ્યા 11,364 થઈ હતી.

ઈટાલીમાં શુક્રવારે નવા કોઈ મોત તેમજ કેસ નોંધાયા નથી. સ્પેનમાં 34નાં મોત સાથે કુલ 120નાં મોત થયા છે જ્યારે કુલ કેસ 4,209 થયા છે. દક્ષિણ કોરિયામાં કુલ મૃત્યુઆંક 71 થયો છે અને કુલ 7,979 કેસ નોંધાયા છે. જર્મનીમાં પણ કુલ 7નાં મોત નીપજ્યાં છે અને કુલ 3,117 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઘાના, કેન્યા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સમાં પણ કોરોનાના પહેલા કેસોની પુષ્ટી થઈ છે.

નેતા-સેલિબ્રિટીઓ પણ કોરોનાની ઝપેટમાં

સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ લઈ ચૂકેલા કોરોનાના પ્રકોપથી સામાન્ય લોકોની સાથે વીઆઈપી-સેલિબ્રિટીઓ પણ બચી શકી નથી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોનાં પત્ની પણ આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે. ઉપરાંત ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લા ખામનેઈના સલાહકાર અલી અકબર વિલાયતીમાં પણ કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા પછી તેમને અલગ રખાયા છે.

ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના મંત્રી પીટર ડટનને પણ કોરોનાનો ચેપ થયો હોવાનું જણાયું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના એક ટોચના સહાયક પણ કોરોનાની ઝપેટમાં આવ્યા પછી તેમની પણ તપાસ કરાઈ છે. બોલસોનારોના સંચાર પ્રમુખ ફેબિયો વાઝગાર્ટને ગત સપ્તાહાંતે અમેરિકાનો પ્રવાસ કર્યા પછી કોરોનાનો ચેપ થયો હોવાનું જણાયું હતું.

ટ્રમ્પને કોરોનાની તપાસની જરૂર નથી

બ્રાઝિલના નેતા વાઝગાર્ટને અમેરિકાની મુલાકાત સમયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં ઊભા રહી ફોટો પડાવ્યો હતો, પરંતુ ટ્રમ્પનું કહેવું કે તે ચિંતિત નથી. વ્હાઈટ હાઉસે પણ કહ્યું કે ટ્રમ્પને તપાસની કોઈ જરૂર નથતી. કોરોના વાઈરસના વધતા પ્રકોપના કારણે ટ્રમ્પે તેમની બધી જ રેલીઓ અસૃથાયી રૂપે સૃથગિત કરી છે. 

કોરોના અટકાવવા વૈશ્વિક પ્રયાસો

વિશ્વભરમાં કોરોનાનો ડર ફેલાયો છે ત્યારે દરેક દેશની સરકારો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે પગલાં લઈ રહી છે. ઓસ્ટ્રેલિયન સરકારે દેશમાં 500થી વધુ લોકો એકત્ર થતા હોય તેવા તમામ બીન જરૂરી જાહેર સમારંભો પર પ્રતિબંધ મૂકી દીધો છે. જાપાનની સંસદે શુક્રવારે એક કાયદો લાગુ કર્યો અને દેશના વડાપ્રધાન શિંજો આબેને દેશમાં કોરોનાથી સિૃથતિ બગડતા ઈમર્જન્સી લાદવાની સત્તા આપી હતી.

ફ્રાન્સમાં સ્કૂલો અનિશ્ચિત સમય સુધી બંધ

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે દેશમાં આગામી સપ્તાહથી અનિશ્ચિત સમય સુધી સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. શ્રીલંકાએ ઈરાન, ઈટાલી અને દક્ષિણ કોરિયાથી પ્રવાસીઓના આગમન પર શુક્રવારથી અસૃથાયી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોના વાઇરસના કારણે એશિયન શેરબજારોમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. એશિયન બજારોમાં શરૂઆતમાં ભારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ પાછળથી બજાર થોડા સિૃથર થયા હતા.

વિદ્યાર્થીઓને 14 દિવસ સુધી કેમ્પસમાં ન આવવાનો આદેશ

કોરોના ન ફેલાય તે માટે આખા અમેરિકાની સ્કૂલ-કોલેજો બંધ 

તમામ સ્કૂલ- કોલેજોએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરી

ન્યૂયોર્ક, તા. 13

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે અમેરિકાના તમામ રાજ્યોએ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીનો 14 દિવસ સુધી કેમ્પસમાં ન આવવાનો આદેશ અપાયો હતો.

કોરોના વાયરસનો ભય અમેરિકામાં પણ વધ્યો છે. અમેરિકાની સંખ્યાબંધ યુનિવર્સિટીઓએ તો પહેલાંથી જ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરી ચૂકી હતી. હવે કેોલિફોર્નિયાથી ન્યૂયોર્ક સુધીના સ્ટેટ્સમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અલગ અલગ રાજ્યોની અંદાજે 90 જેટલી યુનિવર્સિટીએ કોરોના વાયરસના કારણે બધા જ પ્રકારના કોર્સ માટે ચાલતા ક્લાસરૂમ સ્ટડી બંધ રાખવાની જાહેરાત કરી હતી.  અમેરિકાની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરીને નવી સૂચના સુધી ક્લાસમાં ન આવવાનો આદેશ આપ્યો હતો. આખાય અમેરિકામાં શાળા-કોલેજો બંધ થઈ છે. અમુક યુનિવર્સિટીએ 14 દિવસનો સમયગાળો અત્યાર પૂરતો નક્કી કર્યો છે.

અમુક સ્કૂલ-કોલેજોએ વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે એ માટે ઓનલાઈન ટયૂશનની વ્યવસૃથા કરી હતી. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન દરમિયાન કોરોનાગ્રસ્ત દેશોનો પ્રવાસ ન કરવાની ગાઈડલાઈન પણ આપી હતી. ખાસ તો ઈટાલી, ચીન અને સાઉથ કોરિયા વગેરે દેશોમાં ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી હતી. અમેરિકાની સાત જેટલી યુનિવર્સિટીએ વિદેશમાં ચાલતા વિશેષ પ્રોગ્રામ પણ બંધ કર્યા હતા.

એમેેઝોન, ટ્વીટર, ગૂગલના કર્મચારીઓ ઘરેથી કામ કરશે

નવી દિલ્હી, તા. 13

કોરોના વાયરસથી બચવા માટે કંપનીઓ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપતા થયા છે. એમેઝોન ઈન્ડિયામાં કાર્યરત કર્મચારીઓને ઘરેથી કામ કરવાની કંપનીએ છૂટ આપી હતી. એમેઝોને કોરોનાગ્રસ્ત દેશોમાં કાર્યરત કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે. ટ્વીટરે પણ કહ્યું હતું કે આવી સિૃથતિમાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ સૌથી સારો છે.

જે કર્મચારીઓ ઘરેથી કામ કરવા ઈચ્છતા હોય તેમને કંપનીએ પરવાનગી આપી હતી. વિશ્વભરમાં કામ કરતા કર્મચારીઓ આ સુવિધા મેળવી શકશે એવું ટ્વીટરે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. ગૂગલે પણ જે કર્મચારીઓનું કામ ઘરેથી થઈ શકે તેમ હોય એમને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપ્યો હતો. બેંગ્લુરૂમાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને ઘરે રહીને કામ કરવાનું સૂચન કર્યું છે.

છટણી લાંબા સમય માટે પણ હોઈ શકે : ક્રૂઝ

બ્રિટિશ એરવેઝ નોકરી ઘટાડશે 

કોરોનાના કારણે વૈશ્વિક એરલાઈન્સે ચીન-ઈટાલીની હજારો ફ્લાઈટ્સ રદ કરવી પડી

લંડન, તા. 13

કોરોના વાઇરસના કારણે વૈશ્વિક સ્તરે હવાઈ પ્રવાસને ગંભીર ફટકો પડયો હોવાથી બ્રિટિશ એરવેઝે છટણી કરવાનો નિર્ણય કર્યો છે તેમ તેના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્સ ક્રૂઝે શુક્રવારે જણાવ્યું હતું.

બ્રિટિઝ એરવેઝના સીઈઓ ક્રૂઝે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે બદલાયેલી પરિસ્થિતિમાં કર્મચારીઓના વર્તમાન સ્તરે અમે લાંબા સમય સુધી ટકી શકીશું નહીં. અમારે નોકરીમાં કાપ મૂકવો પડશે. આ કાપ ટૂંકા અથવા લાંબા સમય માટે હોઈ શકે છે. કોરોનાના કારણે લોકોએ ખાસ કરીને ચીન અને ઈટાલીનો પ્રવાસ કરવાનું ટાળતાં ગ્લોબલ એરલાઈન્સે વૈશ્વિક સ્તરે હજારો ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.

કોરોના વાઇરસ ફેલાવાના કારણે વૈશ્વિક સ્તરે ઉડ્ડયન ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયો છે. વધારમાં આ સપ્તાહે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપમાંથી આવતા પ્રવાસીઓ પર 30 દિવસનો પ્રતિબંધ મૂકીને બધાને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતા. વૈશ્વિક ઉડ્ડયન સંગઠને જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઉડ્ડયન ઉદ્યોગે અમેરિકાના પ્રિતબંધોના કારણે વધુ મુશ્કેલીઓ સહન કરવી પડશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U25Djn
via Latest Gujarati News

Post a Comment

0 Comments