ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 150 પર પહોંચી

નવી દિલ્હી, તા.18 માર્ચ 2020, બુધવાર

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે 150 પર પહોંચી ગઈ છે.

દિલ્હીથી જોડાયેલા નોએડામાં વધુ એક કેસ સામે આવ્યો છે. નોએડામાં કોરાનાના દર્દીઓની સંખ્યા ચાર થઈ છે. કોરોનાનો લેટેસ્ટ દર્દી ઈન્ડોનેશિયા ગયો હતો.જ્યાંતી તે ચાર દિવસ પહેલા જ પાછો ફર્યો હતો.

તેની સાથે તેની પત્ની પણ હતી. જોકે હાલમાં તો પતિમાં જ આ વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે. હવે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પત્નીનો રિપોર્ટ આવવાનો બાકી છે.

આ પહેલા નોએડામાંથી બે કેસ સામે આવ્યા હતા.આ બંને દર્દીઓ અલગ અલગ સોસાયટીમાં રહે છે. તેઓ ફ્રાંસથી પાછા ફર્યા હતા. એ પછી આ વિસ્તારમાં એક કિલોમીટરમાં રહેતા 10,000 લોકોની તપાસનો આદેશ અપાયો હતો.

આ પહેલા બેંગ્લોર અને તેલંગાણામાં અનુક્રમે બે અને એક નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 3 લોકો મોતને ભેટયા છે.

પૂણેમાં વધુ એક કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધારે 42 કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સામે આવ્યા છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xFtVrJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments