
- સેન્સેક્સ 38 માસના જ્યારે નિફટી 39 માસને તળિયે
મુંબઇ, તા. 19 માર્ચ 2020, ગુરુવાર
આજે ગુરુવાર રોજ શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યુ. સેન્સેક્સ લગભગ 1497.97 અંક ઘટીને 27371.54 અંકના સ્તર પર ખુલ્યું, ત્યાં નિફ્ટી 438.00 અંકના ઘટાડા સાથે 8080.30 અંકના સ્તર પર ખુલ્યું. આદે બીએસઇમાં શરુઆતમાં કુલ 3031 કંપનીઓમાં ટ્રેડિંગ થઇ, તેમાં લગભગ 963 શેર તેજીની સાથે જ્યારે 1882 ભારે ઘટાડા સાથે ખુલ્યાં. તો 186 કંપનીઓના શેર વધારા-ઘટાડા વગર ખુલ્યાં. ડોલરની સરખામણીએ રૂપિયો આજે 67 પૈસાના ઘટાડા સાથે 74.94 રૂપિયાના સ્તર પર ખુલ્યો.
આ લખાય છે ત્યાં સુધી સેન્સેક્સમાં −1,757.84 (6.09%) ઘટીને 27,111.67 પર કારોબાર કરી રહ્યો છે.

from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3delPXi
via Latest Gujarati News
0 Comments