ઈટાલીમાં ફસાયેલા 263 ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવી મોદી સરકાર

નવી દિલ્હી, તા.22 માર્ચ 2020, રવિવાર

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા ઈટાલીથી ભારત સરકાર 263 ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ પાછા લાવી છે.

ઈટાલીમાં કોરોનાના કહેરના કારણે મોતનો આંકડો 4800 પર પહોંચી ચુક્યો છે. 53000થી વધુ લોકોને ચેપ લાગેલો છે અને તેની વચ્ચે રોમમાં ફસાયેલા 263 વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારે વિશેષ ફ્લાઈટ મોકલી હતી.

આ ફ્લાઈટ વિદ્યાર્થીઓને લઈને પાછી આવી છે.આજે સવારે 9 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આ વિમાન લેન્ડ થયુ હતુ. તમામ વિદ્યાર્થીઓને સ્ક્રિનિંગ બાદ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની આઈસોલેશન માટેની ફેસિલિટીમાં ખસેડવામાં આવ્યા છે.

ઈટાલીમાં ચીન કરતા પણ ખરાબ સ્થિતિ હોવાથી વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારે વિમાન મોકલ્યુ.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UuDFg7
via Latest Gujarati News

Post a Comment

0 Comments