તહેરાન, તા.28 માર્ચ 2020, શનિવાર
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. તેમાં પણ એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, કોરોનાથી બચવા માટે મેથેનોલ નામના કેફી દ્રવ્યનુ સેવન કરનારા 300 લોકોના મોત થયા છે.
ઈરાની મીડિયાના રિપોર્ટને ટાંકીને બ્રિટિશ અખબારે જણાવ્યુ છે કે, મેથેનોલ પીવાના કારણે કોરોનાની બીમારી મટી જવાની અફવા ફેલાયા બાદ હજારો લોકોએ તે પીવા માંડ્યુ હતુ.
જેના પગલે 300 લોકોના મોત થવાની સાથે સાથે બીજા 1000 લોકો વધારે બીમાર થયા છે. હવે મેથેનોલ પર પ્રતિબંધ મુકાયો છે.
મેથેનોલ એક પ્રકારનો ઝેરીલો દારુ જ છે. જે પીનારા દર્દીઓની સંખ્યા ઈરાનના ત્રણ પ્રાંતમાં વધારે છે.
આમ તો ઈરાનમાં નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે પણ કેટલાક બીન મુસ્લિમ લઘુમતીના લોકોને તે પીવાની છુટ અપાઈ છે.
સોશ્યલ મીડિયાના કારણે મેથેનોલ પીવાની અફવા ફેલાઈ હતી. જેના પગલે લોકોએ તેનુ સેવન કરવા માંડ્યુ હતુ.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39vwjPi
via Latest Gujarati News
0 Comments