યુપીના સ્વાસ્થ્ય મંત્રી સહિત 30નો કોરોના રિપોર્ટ નેગેટિવ, કનિકા સાથે પાર્ટીમાં હતા

લખનૌ, તા. 21. માર્ચ 2020 શનિવાર

યુપીના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.તેઓ કોરોના પોઝિટવ સિંગર કનિકા કપૂર જે પાર્ટીમાં હાજર હતી તેમાં હાજર હતા.

એ પછી જયપ્રતાપ સિંહે પોતે જ આઈસોલેશનમાં જવાનુ જાહેર કર્યુ હતુ.જોકે હવે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.તેમની સાથે સાથે બીજા 30 લોકોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.આ તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે

લખનૌની કેજીએમયુ હોસ્પિટલના પ્રવક્તના કહેવા પ્રમાણે કુલ  45 સેમ્પલ ચેક કરાયા હતા.જેમાં 30 સેમ્પલ કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયેલા લોકોના હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/398jbiL
via Latest Gujarati News

Post a Comment

0 Comments