નવી દિલ્હી, તા. 22 માર્ચ 2020 રવિવાર
ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધીને 315એ પહોંચી ગઈ છે. કોરોના વાયરસને હરાવવા આજે જનતા માટે, જનતા દ્વારા કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીની અપીલ પર આજે દેશની જનતા પોત-પોતાના ઘરે છે. રસ્તા સમગ્ર રીતે ખાલી છે. જનતા કર્ફ્યુ દરમિયાન મુંબઈમાં આજે મોનોરેલ સેવા બંધ છે. આ સિવાય હરિયાણા અને પંજાબમાં ખાનગી અને સરકારી બસ સેવાઓ બંધ છે.
મુંબઈનુ મરીન ડ્રાઈવ પૂરી રીતે સુમસાન છે. કોરોના વાયરસને રોકવા માટે PM મોદીનું જનતા કર્ફ્યુની અપીલની અસર અહીં પણ જોવા મળી રહી છે. મરીન ડ્રાઈવ દક્ષિણ મુંબઈનું ઐતિહાસિક રોડ છે જ્યાં હંમેશા લોકોની અવર-જવર રહે છે.
મુંબઈનો શિવાજી પાર્ક, સામાન્યરીતે રવિવારે દિન પાર્ક ભરેલો રહે છે અને બાળકો અહીં રમી રહ્યા હોય છે. જનતા કર્ફ્યુને મુંબઈકરોનું પૂરુ સમર્થન મળ્યુ છે.

- દહેરાદૂનમાં જનતા કર્ફ્યુની અસર
- જમ્મુ કાશ્મીરમાં જનતા કર્ફ્યુ સિવાય વહીવટીતંત્રએ દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
- જનતા કફર્યુ દરમિયાન પશ્ચિમ બંગાળની ભીડભાડવાળા હાવડા સ્ટેશન ખાલી જોવા મળી રહ્યુ છે.
- જનતા કર્ફ્યુ દરમિયાન વ્રજના તમામ મંદિર બંધ, ગોવર્ધન, વૃંદાવનની પરિક્રમા બંધ, મથુરાના બજારોમાં સન્નાટો પ્રસર્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3abXy2e
via Latest Gujarati News
0 Comments