નવી દિલ્હી, તા.22 માર્ચ 2020, રવિવાર
કોરોનાના વધતા જતા ખતરા વચ્ચે હવે રાજસ્થાન બાદ પંજાબ સરકારે પણ આખા રાજ્યને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.
સીએમ અમરિન્દર સિંહે રાજ્યની જનતાને કોરોના વાયરસ સામે લડવા માટે તંત્રને સહકાર આપવાની અપીલ કરી છે. આ પહેલા રાજ્ય સરકારે રાજ્યના કેટલાક જિલ્લાઓને જ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.
જેમાં જલંધર, સંગરુર જેવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો.જોકે કોરોનાના વધી રહેલા કેસને જોતા રાજ્ય સરકારે 31 માર્ચ સુધી આખા રાજ્યને લોકડાઉન કરવાનુ નક્કી કર્યુ છે. જોકે જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દુધ, શાકભાજી ,અનાજની દુકાનો તેમજ મેડિકલ સ્ટોરને ખુલ્લા રાખવામાં આવશે.આ સિવાય કોઈ દુકાનો ખુલ્લી નહી રહે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J9Znkg
via Latest Gujarati News
0 Comments