હવે ખાનગી લેબોરેટરીઓ પણ કરી શકશે કોરોના ટેસ્ટ, આટલો ચાર્જ હશે

નવી દિલ્હી, તા.22 માર્ચ 2020, રવિવાર

કોરોનાના વધતા જતા કેસને જોતા હવે કેન્દ્ર સરકારે ખાનગી લેબોરેટરીઓને પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરવાની પરવાનગી આપવાની ભલામણ કરી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડ લાઈન પ્રમાણે એનએબીએલની માન્યતા પ્રાપ્ત તમામ ખાનગી લેબોરેટરીઓને આ ટેસ્ટ કરવાની છુટ મળશે. શનિવારે રાતે આ માટેની સૂચના બહાર પાડવામાં આવી હતી.

સરકારે જોકે લેબોરેટરીઓને આ ટેસ્ટ માટે 4500 રુપિયાથી વધારે રકમ નહી લેવા માટે આદેશ કર્યો છે. શંકાસ્પદ દર્દીઓના સ્ક્રિનિંગ માટે 1500 રુપિયા અને કનફર્મેશન ટેસ્ટ માટે બીજા 3000 રુપિયા નક્કી કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ચીમકી આપી છે કે, જો કોઈ લેબોરેટરી તેના કરતા વધારે રકમ લેતી પકડાશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

લેબોરેટરીઓએ કોરોનાના સેમ્પલ માટે અલગ સેન્ટર રાખવાની વાત કરી છે. ખાનગી લેબોરેટરીઓ ઘરે જઈને પણ સેમ્પલ લઈ શકે છે. જેથી દર્દી બીજા કોઈના સંપર્કમાં ના આવે.

લેબોરેટરીઓએ ટેસ્ટ માટે ફેડરલ ડ્રગ ઓથોરિટી દ્વારા અથા યુરોપિયન ઓથોરિટી દ્વારા પ્રમાણિત કિટ વાપરવાની રહેશે. લેબોરેટરીના કર્મચારીઓન આ માટે તાલીમ આપેલી હોવી જરુરી છે.બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં પણ ભારે તકેદારી રાખવી પડશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33ALoxm
via Latest Gujarati News

Post a Comment

0 Comments