લખનૌ, તા. 21. માર્ચ 2020 શનિવાર
કોરોના વાયરસના કહેરના કારણે આમ જન જીવન ભારે પ્રભાવિત થયુ છે.કોરોનાના કારણે કામ ધંધા ઠપ થઈ રહ્યા હોવાથી શ્રમજીવીઓ માટે રોજી રોટીનુ સંકટ પેદા થયુ છે.
આ સંજોગોમાં યુપી સરકારે મોટુ એલાન કર્યુ છે કે, જે રોજીંદુ વેતન મેળવનારા અને રજિસ્ટર થયેલા 15 લાખ શ્રમજીવીઓને સરકાર 1000 રૂપિયા વળતર આપશે.આ ઉપરાંત રાજ્યમાં કન્સટ્રક્શન ઉદ્યોગોમાં મજૂરી કરી રહેલા 20 લાખ લોકોને પણ સરકાર 1000 વળતર આપશે.
યોગી સરકારે રાજ્યના બીપીએલ પરિવારોને 20 કિલો ઘઉં અને 15 કિલો ચોખા પણ મફત આપશે. સરકારના વિતરણ કેન્દ્રો પરથી આ રાશન અપાશે.
સરકારે અપીલ કરી છે કે, લોકો સંઘરાખોરી ના કરે. રાજ્યમાં કોઈ વસ્તુની અછત નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wj9ReG
via Latest Gujarati News
0 Comments