
નવી દિલ્હી, તા. 21 માર્ચ 2020, શનિવાર
કોરોના સામેના જોખમને ધ્યાનમાં લઈને દેશભરમાં આવતીકાલે, રવિવારે જનતા કરફ્યુ રાખવાની પીએમ મોદીએ અપીલ કરી છે. આ સંજોગોમાં રેલવે દ્વારા આવતીકાલે 3700 ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.ખાનગી એરલાઈન્સ ગો એર તમામ અને ઈન્ડિગોએ 40 ટકા ફ્લાઈટોની ઉડાન રદ કરી છે.
રેલવેન ાઆદેશ પ્રમાણે શનિવારે મધરાતથી જ રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશના કોઈ પણ રેલવે સ્ટેશનથી કોઈ પણ યાત્રી કે એક્સપ્રેસ ટ્રેન નહી ચાલે.જ્યારે મુબંઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈમાં એટલી જ લોકલ ટ્રેન ચલાવાશે જેટલી જરુરી છે.આ માટે દરેક ઝોનને પોતાની રીતે નિર્ણય કરવાની છુટ અપાઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39asFtP
via Latest Gujarati News
0 Comments