
નવેમ્બર, 2014થી જાન્યુઆરી, 2016માં એક્સાઇઝ ડયુટીમાં 9 વખત વધારો કરાયો હતો
પેટ્રોલ પરએેક્સાઇઝ વધીને રૂ.22.98 અને ડીઝલ પર એક્સાઇઝ વધીને રૂ,18.83 થઇ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 માર્ચ, 2020, શનિવાર
આંતરરાષ્ટ્રીય બજાર સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ દેશની પ્રજાને આપવાને બદલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટી વધારી દીધી છે. સરકારે આજે એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર ત્રણ રૂપિયા એક્સાઇઝ ડયુટી વધારવાનો નિર્ણય લીધો છે.
સરકારના આ નિર્ણયથી સરકારની વાર્ષિક ેઆવકમાં 39,000 કરોડ રૂપિયાનો વધારો થશે. આ અગાઉ જ્યારે 2014-15માં ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા હતાં ત્યારે પણ સરકારે નીચા ક્રૂડ ઓઇલના ભાવનો લાભ ગ્રાહકોને આપવાને બદલે એક્સાઇઝ ડયુટી વધારી દઇને પોતાની આવક વધારી લીધી હતી.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર એક્સાઇઝ ડયુટી વધારવાના નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં કારણકે ઓઇલ કંપનીઓ ક્રૂડના ઘટેલા ભાવ સામે આ રકમ એડજસ્ટ કરશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર પેટ્રોલ પરની સ્પેશિયલ એક્સાઇઝ ડયુટી પ્રતિ લિટર બે રૂપિયા વધારી આઠ રૂપિયા કરવામાં આવી છે જ્યારે ડીઝલ પરની એક્સાઇજ ડયુટી બે રૂપિયા વધારી ચાર રૂપિય કરવામાં આવી છે. આ ઉપરાંત એક લિટર પેટ્રોલ અને ડીઝલ પરન રોડ સેસમાં પણ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ ેએક લિટર પેટ્રોલ પર કુલ એેક્સાઇઝ ડયુટી વધીને 22.98 રૂપિયા અને એક લિટર ડીઝલ પર કુલ એક્સાઇઝ ડયુટી વધીને 18.83 રૂપિયા થઇ ગઇ છે. 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે એક્સાઇઝ ડયુટી એક લિટર પેટ્રોલ પર 9.48 રૂપિયા અને ડીઝલ પર 3.56 રૂપિયા હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ રૂપિયા એક્સાઇઝ ડયુટી વધારવાને કારણે સરકારની વાર્ષિક આવકમાં 39,000 કરોડ રૂપિયાનો વધારો થશે. ચાલુ નાણાકીય વર્ષના બાકી રહેલા ત્રણ સપ્તાહમાં સરકારની આવકમાં લગભગ 2000 કરોડ રૂપિયાનો વધારો થશે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ધોરણે ફેરફાર કરવામાં આવે છે. ત્રણ રૂપિયા એક્સાઇઝ ડયુટી વધાર્યા પછી આજે પેટ્રોલના ભાવમાં 13 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ 69.87 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 62.58 રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2014થી જાન્યુઆરી, 2016 દરમિયાન ક્રૂડના ઘટેલા ભાવનો લાભ લેવા માટે સરકારે એક્સાઇઝ ડયુટીમાં 9 વખત વધારો કર્યો હતો.
15 મહિનાના આ સમયગાળામાં પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટીમાં કુલ 11.77 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં કુલ 13.47 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ઓક્ટોબર, 2017માં એક્સાઇઝ ડયુટીમાં બે રૂપિયા અને તેના એક વર્ષ પછી એક્સાઇઝ ડયુટીમાં 1.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે જુલાઇ, 2019માં ફરીથી એક્સાઇઝ ડયુટીમાં ફરીથી બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર પ્રજાને લૂટી રહી છે : માકન
સરકારે એક્સાઇઝ ડયુટી વધારવાને બદલે પેટ્રોલ-ડીઝલ સસ્તાં કરવા જોઈએ : કોંગ્રેસ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14
પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયુટીમાં વધારો કરવા બદલ કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. કોંગ્રેસે માગ કરી છે કે સરકાર એક્સાઇઝ ડયુટી વધારવાને બદલે ક્રૂડના નીચા ભાવનો લાભ પ્રજાને આપે. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા અજય માકને એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં 35થી 40 ટકાનો ઘટાડો કરવો જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઉઠાવશે અને ક્રૂડના નીચા ભાવનો લાભ પ્રજાને આપવા સરકાર પર લોકશાહી ઢબે દબાણ વધશે. માકને જણાવ્યું છે કે સરકાર એક લિટર પેટ્રોલ પર કુલ 22.98 રૂપિયા અને એક લિટર ડીઝલ પર કુલ 18.83 રૂપિયા એક્સાઇઝ ડયુટી વસુલે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદી-શાહ સરકાર એક્સાઇઝ ડયુટી વધારી પ્રજાને લૂટી રહી છે. કોંગ્રેસની માગ છતાં સરકાર પેટ્રોલ અનેડીઝલને જીએસટીના દાયરામાં લાવી રહી નથી. વડાપ્રધાનના આિર્થક સલાહકાર બોર્ડના સભ્ય નિલેશ શાહે પણ જણાવ્યું છે કે ક્રૂડના ઘટેલા ભાવનો લાભ પ્રજાને નહીં આપીને સરકારે 3.4 લાખ કરોડની કમાણી કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cYwaXt
via Latest Gujarati News
0 Comments