નવી દિલ્હી, તા.15 માર્ચ 2020, રવિવાર
કોરોના વાયરસે મચાવેલા કહેરની વચ્ચે ઈટાલી અને ઈરાનમાં ફસાયેલા 400 લોકોને વિશેષ વિમાનો મોકલીને ભારત સરકાર પાછા લાવી રહી છે.
અત્યાર સુધીમાં આ દેશોમાં ફસાયેલા 234 ભારતીયોને સરકાર પાછા લાવી ચુકી છે. જેમાં 131 વિદ્યાર્થીઓ અને 103 યાત્રાળુઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને ઈરાનથી પાછા લવાયા છે.
India in Milan: 211 students & 7 compassionate cases departed by Air India flight from Milan, in Italy. #CoronaVirus pic.twitter.com/OQ0O70qY89
— ANI (@ANI) March 15, 2020
વિદેશ મંત્રી એસ જયશંકરે આ બદલ ટ્વિટ કરીને ઈરાનના રાજદૂત અને અભિયાનમાં સામેલ આખી ટીમનો આભાર માન્યો છે. રવિવારે સવારે ભારતીયોની ત્રીજી બેચ પાછી ફરી હતી.આ પહેલા શુક્રવારે બીજી બેચ ભારત પાછી આવી હતી.ઈટાલથી 218 લોકોને ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે.
આમ એક તરફ દુનિયાના બીજા દેશો પોતાના પ્રવાસીઓને પાછા લાવવામાં ખચકાઈ રહ્યા છે ત્યારે ભારત સરકાર બીજા દેશોમાંથી ભારતીયોને પાછા લાવા કટબધ્ધ છે તેવો સંદેશ આપી રહી છે.234 Indians stranded in #Iran have arrived in India; including 131 students and 103 pilgrims.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 14, 2020
Thank you Ambassador @dhamugaddam and @India_in_Iran team for your efforts. Thank Iranian authorities.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2KSwm
via Latest Gujarati News
0 Comments