
અમદાવાદ, તા. 29 રવિવાર 2020 રવિવાર
અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયુ છે. અમદાવાદમાં એક 45 વર્ષીય પુરૂષનું મોત નીપજ્યુ છે. ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર દેશી મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ગુજરાતમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાંચ વ્યક્તિના મોત નિપજ્યા છે.

આ દર્દી ડાયાબિટીસથી પીડાઈ રહ્યો હતો. આ પહેલાં અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે.

ભારત સહિત ગુજરાતમાં લોકો કોરોના વાયરસમાં સપડાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 22 વ્યક્તિનો સમાવેશ થાય છે.
આ સાથે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક 3 થયો છે અને રાજ્યમાં પાંચ શખ્સના કોરોનાથી મોત થયા છે. અમદાવાદમાં 3, 1 સુરત અને 1 ભાવનગરમાં અગાઉ મોત થઈ ચૂકયું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WQ8xKY
via Latest Gujarati News
0 Comments