લંડન, તા.25 માર્ચ 2020, બુધવાર
કોરોનાનો એક પોઝિટિવ દર્દી મહત્તમ 59000 લોકોને ચેપ લગાડી શકે છે તેવુ બ્રિટનની જાણીતી યુનિવર્સિટી કોલેજ લંડનના ઈન્ટેસિવ કેર મેડિસિનના પ્રોફેસર ડો.હ્યુ મોન્ટગોમરીનુ કહેવુ છે.
બ્રિટનના ડેઈલી મેલ અખબારે તેમને ટાંકીને પ્રગટ કરેલા અહેવાલ પ્રમાણે ડો.હ્યુએ કહ્યુ હતુ કે, જો સામાન્ય ફ્લુની બીમારી હોય તો તેનો દર્દી સરેરાશ 1.3 થી 1.4 લોકોને ચેપ લગાડે છે.
ડો.હ્યુનુ કહેવુ છે કે, તેની સામે કોરોના બહુ ઝડપથી ફેલાતો વાયરસ છે.તેના કારણે જેને ચેપ લાગતો હોય તેવા લોકોની સંખ્યા પણ વધી જાય છે.કારણકે કોરોના વાયરસના એક દર્દીના કારણે સરેરાશ બીજા 3 દર્દીઓને ચેપ લાગી શકે છે.આ ચેન આગળ વધે તો 1 થી 3, 3 થી 9, 9 થી 27 એમ ચેન આગળ વધતી જાય છે અને આપણે કહી શકીએ કે આ ચેન ના તુટે તો એક દર્દી 59000 લોકોને ચેપ લગાડી શકે છે.
તેમના કહેવા પ્રમાણે આ આંકડો ભલે વધારે લાગે પણ તેને ઓછો કરીને જણાવવાનુ હું પસંદ નહી કરું.હા એટલુ છે કે, જેમને ચેપ લાગતો હોય છે તેમાંના બહુ ઓછા લોકો બીમાર પડે છે અને તેમાંથી પણ બહુ ઓછાને આઈસીયુમાં રાખવાની જરુર પડે છે પણ જે બીમાર નથી પડતા તેઓ બીજાને તો આ વાયરસની ભેટ આપી શકે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bhkZaG
via Latest Gujarati News
0 Comments