
મુંબઇ,તા.18 માર્ચ 2020 બુધવાર
કોરોના વાયરસ કોવિડ-૧૯ના શંકાસ્પદ દરદીઓને કસ્તુરબા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે અને આ જ હોસ્પિટલની નજીક આવેલી મુંબઇની સૌથી મોટી આર્થર રોડ જેલના કેદીઓને મળવા પર તેમના વકીલો અને પરિવારજનોને ૩૧ માર્ચ સુધી બંધી ફરમાવવામાં આવી છે. એમ જેલ સુપરિન્ટેન્ડન્ટ નીતિન વૈચાલેએ જણાવ્યું છે, જે બુધવારથી અમલી બને છે, આ સાથે, મુંબઇ વડી અદાલતના રજિસ્ટર જનરલે એવો આદેશ આપ્યો છે કે કોર્ટમાં સુનાવણી વેળા કાચા કેદીઓને લાવવા નહીં જરૂર પડે તો વીડિયો-કોન્ફરન્સ દ્વારા કાચા કેદીને રજૂ કરી શકાય છે.
ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જમાવ્યું હતું કે દરેક કેદીનું મેડિકલ ચેક-અપ કરાવી લેવું અને તમામ નવા કેદીઓને જેલમાં લાવતા પહેલાં તેમનું કોવિડ-૧૯ માટે સ્ક્રીનિંગ કરાવવું જરૂર છે.
મહારાષ્ટ્ર જેલ વિભાગે આ અંગેની એડવાઇઝરી પણ બહાર પાડી છે જેમાં જણાવાયું છે કે સુપરિન્ટેન્ડન્ટે કોરોના વાયરસ અંગે તમામ પ્રકારની આગોતરી સાવચેતી લેવી અને સુધરાઇ અને જિલ્લા સત્તાવાળાઓ તરફથી જો કોઇ સૂચનો આવે તેનો અમલ કરવો.
જેલની સામે આવેલી હોસ્પિટલનું પ્રાંગણ એક બફર ઝોન સમું છે, પણ આપણે કોઇ પણ રીતે કોવિડ-૧૯નું જોખમ નહીં લેવું અને કેદીઓના શક્ય એટલા પરિક્ષણ કરાવી લેવા. જો કોઇ કેદી અસર ગ્રસ્ત જણાય તો તમામ પ્રકારની તૈયારી કરવાની મુશ્કેલી જણાય આથી જેલમાં જ આઇસોલેશન વોર્ડ બનાવી દેવો, એમ આર્થર રોડ જેલના અધિકારીએ જણાવ્યું હતું.
આર્થર જેલમાં અત્યારે ૩,૮૦૦ કેદીઓ છે, જેમાં માત્ર ૮૦૦ કેદીઓને રાખવાની જ ક્ષમતા છે અને મોટા ભાગના કાચા કેદીઓ છે.
'મુલાકાત' માટે પરિવારના સભ્યોને અઠવાડિયામાં એક વખત મળવા દેવાશે અને વકીલોને સવારે માત્ર ૧૫-૩૦ મિનિટ માટે મળવા દેવાશે. બીજી તરફ કેદીઓને મળવા માટે પરિવારજનોએ અદાલતની પરવાનગી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના વેરિફેકશન ડોક્યુમેન્ટની આવશ્યકતા રહેશે.
સામાન્ય રીતે જેલના દરવાજાની બહાર પરિવારના સભ્યોની લાંબી કટાર લાગતી હોય છે. તેને કારણે મોટું ટોળું બની જાય છે. પરિવારના સભ્યો પણ કેદીઓ માટે કોરોનાને કારણે જોખમ રૂપ બની રહે એવી શક્યતા રહે છે.
છેલ્લા એક અઠવાડિયામાં ૩૦૦ થી વધુ કેદીઓને આર્થર રોડ જેલ તથા થાણે અને કલ્યાણ જેલમાંથી નવી મુંબઇની તળોજા જેલમાં ખસેડવામાં આવ્યા તળોજા જેલ પ્રમાણે ઘણી મોટી છે આની સરખામણીમાં કોર્ટના રજિસ્ટર જનરલે બહાર પાડેલી એડવાઇઝરીમાં એમ જણાવાયું છે કે જેલ સુપરિન્ટેન્ડન્ટે બહાર પાડેલી એડવાઇઝરીનો અમલ તળોજા જેલના સત્તાવાળાઓને લાગુ પડશે. તેમમે પણ કેદીઓના પરિવારજનો અને વકીલો માટે એડવાઇઝરીનો અમલ કરવો પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33sBjTj
via Latest Gujarati News
0 Comments