
ન્યૂયોર્ક,19 માર્ચ,2020 બુઘવાર,
કુદરતી હાજત પછી પાણીનો ઉપયોગ થાય છે પરંતુ યૂરોપ અને અમેરિકા સહિતના પશ્ચિમના દેશોમાં ટોયલેટ પેપર વપરાય છે. કોરોના વાયરસના પગલે ટિશ્યુ પેપરની અછત ઉભી થતા પશ્ચિમના દેશો પણ પાણીનો વપરાશ કરવાની દિશામાં વિચારી રહયા છે.
ટોયલેટ પેપર જેવી જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન અટકી ગયું હોવાથી સોશિયલ મીડિયામાં પેપરના સ્થાને પાણીનો ઉપયોગ કરવાનો વિચાર સોશિયલ મીડિયામાં લોકપ્રિય થઇ રહયો છે. ટોયલેટ પેપર માટે લાઇનમાં ઉભા રહેવાના સ્થાને કે ખૂટી જાય તેની ચિંતા કરવાના સ્થાને નવું અપનાવાની વાત કરવામાં આવી છે જેમાં કોઇ જ ખર્ચ કરવો પડતો નથી.
એ જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં ટોયલેટ પેપરનો પ્રથમ વપરાશ ચીનમાં શરુ થયો હતો. કાગળની શોધ આમ પણ ચીનમાં થઇ હતી. ૧૮મી સદીમાં ઔધોગિક ક્રાંતિના સમયમાં યૂરોપના દેશોમાં ટોયલેટ પેપરનો ઉપયોગ થતો ન હતો. ઇસ ૧૮૩૩માં યૂરોપમાંથી પેપર ટોયલેટ ડિસ્પેંસરનું પ્રથમ પેટન્ટ થયું હતું ત્યાર પછી ૮ વર્ષે અમેરિકામાં ટોયલેટ પેપર પ્રોડકશન થવા લાગ્યું હતું. ટોયલેટ પેપર ખૂબજ સસ્તા મળતા હોવાથી તેની ખપત ક્રમશ વધતી ગઇ અને દુનિયામાં ટોયલેટ પેપરના ઉપયોગમાં અમેરિકા સૌથી આગળ છે.

આમ કોરોના વાયરસ અમેરિકા,બ્રિટન સહિતના દેશોને નવી જીવનશૈલી શિખવી રહયા છે. ભારતમાં ગરીબ હોય કે અમીર પાણીનો જ વપરાશ કરે છે એ રીતે ભારતની જ આ ટેવ વિકસી શકે છે. કોરોના વાયરસ હાથ મિલાવવાથી ફેલાતો હોવાથી હાથ લંબાવવાના સ્થાને બે હાથ જોડીને નમસ્કાર કરવાની ભારતીય પધ્ધતિ પણ લોકપ્રિય થઇ રહી છે. વિશ્વના નેતાઓએ તો નમસ્કારને અપનાવી પણ લીધા છે આમ કોરોનાએ ભારતીય જીવનશૈલીને યાદ કરાવી છે. જો કે એવું પણ નથી કેટલાક લેટિન અમેરિકી દેશ જેમકે ચિલી,આર્જન્ટીના અને યૂરોપના કેટલાક દેશો જેમ કે ફ્રાંસ અમે ઇટલીમાં ટોયલેટ માટે પાણીનો જ ઉપયોગ થાય છે. કેટલાકની એવી પણ દલીલ છે કે ટોયલેટ પેપરના સ્થાને પાણીના ઉપયોગ કરવાથી શું પાણીની કિંમત ટોયલેટ પેપર કરતા ઓછી આંકી શકાય ?
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dbkmkK
via Latest Gujarati News
0 Comments