લખનૌ, તા.22 માર્ચ 2020, રવિવાર
પોતાની લાપરવાહીના કારણે હજારો લોકોને જોખમમાં નાંખનાર બોલીવૂડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ છે.
તેને સારવાર માટે લખનૌની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે પરંતુ તેના નખરાથી હોસ્પિટલનો સ્ટાફ કંટાળી ગયો છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડો.આર કે ધીમાને કહ્યુ હતુ કે, કનિકા વીવીઆઈપી સુવિધાઓ માટે સ્ટાફ પર દબાણ કરી રહી છે. ડોક્ટરો અને નર્સો સાથે અભદ્ર વ્યવહાર કરી રહી છે.
તેમના કહેવા પ્રમાણે કનિકાને ગ્લુટેન ફ્રી ભોજન અપાઈ રહ્યુ છે અને તેને સારામાં સારી સુવિધા આપવામાં આવી હોવા છતા તે આ પ્રકારનુ વર્તન હોસ્પિટલમાં કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે લંડનથી પાછી ફરેલી કનિકા કપૂરે લખનૌમાં અને કાનપુરમાં પાર્ટીઓમાં હાજરી આપી હતી અને તે દરમિયાન સેંકડો વીઆઈપી લોકો સહિતના બીજા વ્યક્તિઓ તેના સંપર્કમાં આવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UuCIo3
via Latest Gujarati News
0 Comments