આજે મધ્યરાત્રીથી ગુજરાતમાં લૉકડાઉન, આવશ્યક સેવાઓ જ શરૂ રહેશે


અમદાવાદ, તા. 23 માર્ચ 2020, સોમવાર

આજે મધ્યરાત્રી સમગ્ર રાજ્યમાં 31મી માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. લોકો માત્ર જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જ બહાર નિકળી શકશે. જો કારણ વિના કોઈ બહાર નિકળશે તો તેની સામે કાયદાકિય કાર્યવાહી થશે.

રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા અને અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતના લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, રાજ્યના તમામ નાગરિકોએ લોકડાઉનને ગંભીરતાથી લઇ તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લોકો ફક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકશે.

તેમણે વધુમાં કહ્યું કે, જો કોઇ પણ વ્યક્તિ કારણ વગર ઘરની બહાર નીકળશે તો તેને પોલીસ અટકાવશે. સરકારના આદેશ બાદ હવે ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QCwba4
via Latest Gujarati News

Post a Comment

0 Comments