નવી દિલ્હી, તા.22 માર્ચ 2020, રવિવાર
કોરોનાના જોખમ વચ્ચે પણ સીએએના વિરોધમાં શાહીનબાગમાં અત્યાર સુધી ધરણા ચાલુ હતા.
જોકે આજે શાહીનબાગમાં લગાવાયેલો ટેન્ટ ખાલી ખમ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અહીંયા ધરણા કરનારા લોકોએ આરોપ લગાવ્યો છે કે, રવિવારે શાહીનબાગના ધરણા સ્થળ નજીક પેટ્રોલ બોંબ ફેંકવામાં આવ્યો છે.
દેખાવકારો જોકે ધરણા ચાલુ રાખવા મક્કમ છે. ખાલીખમ ટેન્ટમાં પોતાના ચંપલો મુકીને દેખાવકારોએ પોતાની હાજરી દર્શાવી છે.
દેખાવકારોનુ કહેવુ છે કે, ધરણા સ્થળે માત્ર પાંચ લોકોને બેસવાની મંજુરી અપાઈ છે. સાફ સફાઈનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ થઈ રહ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vJcYw4
via Latest Gujarati News
0 Comments