બાગી ધારાસભ્યોને મળવા પહોંચેલા દિગ્વિજય સિંહને અટકાવાતા ધરણા પર બેઠા

બેંગાલુરૂ, તા. 18 માર્ચ 2020 બુધવાર

મધ્ય પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ પોતાની પાર્ટીના બાગી ધારાસભ્યોને મળવા બેંગાલુરૂ પહોંચ્યા છે પરંતુ તેમને ધારાસભ્યોને મળવા દેવાયા નથી. બેંગાલુરૂ એરપોર્ટ પર પોલીસની સાથે તેમનો વિવાદ પણ થયો છે. 

વિરોધમાં દિગ્વિજય સિંહ ધરણા પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 16 બાગી ધારાસભ્ય અત્યારે બેંગાલુરૂમાં છે. જેના કારણે કમલનાથ સરકાર પર સંકટ આવી ગયુ છે. ભાજપનો આરોપ છે કે કમલનાથ બહુમત સાબિત કરે જ્યારે કમલનાથનું કહેવુ છે કે જ્યાં સુધી 16 ધારાસભ્યોને ભોપાલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xKW94p
via Latest Gujarati News

Post a Comment

0 Comments