ગૂગલ ટ્રેન્ડ પર ફેશન કે સેલિબ્રિટી નહીં પરંતુ કોરોના છવાયો, દર બીજો વ્યક્તિ રહ્યો છે સર્ચ કરી


અમદાવાદ, તા. 24 માર્ચ 2020, મંગળવાર

ગૂગલ ટ્રેન્ડમાં સામન્ય રીતે ફેશન કે સેલિબ્રિટી છવાયેલા રહેતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોરોના વાઇરસ છવાયેલો રહ્યો છે. દેશમાં દર બીજો વ્યક્તિ કોરોના અને તેની દવા અંગે જાણવાના પ્રયત્ન કરી રહ્યાં છે. 

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કારણે લોકો ભયભીત છે અને તેના વિશે જાણવા માંગે છે. જો રાજ્યવાર વાત કરવામાં આવે તો સૌથી વધારે દિલ્હીની બાજુમાં આવેલા નોઈડમાં દરેક વ્યક્તિ ગૂગલ પર કોરોના વિશે સર્ચ કરી રહ્યાં છે. ભારતમાં છેલ્લા દસ દસ દિવસમાં વાઇરસ સર્ચ 1200 ગણું વધી ગયું છે.

ભારતમાં જ નહીં સમગ્ર દુનિયામાં સૌથી વધારે જે વસ્તુ સર્ચ કરવામાં આવે છે તેને ગૂગલ ટ્રેન્ડમાં પ્રાથમિકતાના આધાર પર સ્થાન આપવામાં આવે છે. અત્યાર સુધી ટ્રેન્ડ્સમાં દેશના વડાપ્રધાન, સેલિબ્રિટી કે ફેશનને જ સૌથી વધારે સર્ચ કરવામાં આવતું હતું. જોકે, છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સૌથી વધારે સર્ત કોરોના વાઇરસ જ થઇ રહ્યો છે.

દેશમાં કોરોના વાઇરસને લઇને સર્ચિંગમાં સૌથી વધારે તેજી છેલ્લા સાત દિવસમાં છે. ગોવાના લોકો સૌથી વધારે તેને સર્ત કરી રહ્યાં છે. બીજા નંબર પ કર્નાટક અને ત્રીજા નંબર અંદમાન નિકોબાર છે. યુપીમાં પણ લગભગ 30 ટકા લોકો દરરોજ કોરોના શું છે, કેવી રીતે બચી શકાય કે તેનાથી સાજા થઇ જવાની દવાને સર્ચ કરે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dvCXs3
via Latest Gujarati News

Post a Comment

0 Comments