ઓફિસમાં રોમાંસનો વધ્યો છે ટ્રેંડ, બોસ સાથે ડેટ પર જવાથી નથી યુવતીઓને સમસ્યા


નવી દિલ્હી, 20 માર્ચ 2020, શુક્રવાર

એક તરફ સોશિયલ મીડિયા પર દુનિયાભરની મહિલાઓની સુરક્ષા માટે અને તેમની મદદ માટે #MeToo જેવા અભિયાન ચાલે છે ત્યાં બીજી તરફ ઓફિસમાં રોમાંસનો ટ્રેંડ વધી રહ્યો છે. આ વાત આશ્ચર્યમાં મુકી દેશે પરંતુ તાજેતરમાં અમેરિકામાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે યુવતીઓને બોસ સાથે ડેટ પર જવામાં કોઈ સમસ્યા નથી હોતી. એટલે કે ઓફિસમાં બોસ સાથે રોમાંસ સામાન્ય વાત થઈ ચુકી છે. 

આ રીપોર્ટ અનુસાર 27 ટકા લોકોને ઓફિસમાં રોમાંસની વાતને સ્વીકારી છે. જેમાંથી 20 ટકાનું કહેવું છે કે તેમણે રોમાંસ માટે તેમની ઓફિસમાં તેના હાથ નીચે કામ કરતાં કર્મચારીને પસંદ કર્યા છે. 

આ રીપોર્ટમાં વધુ એક તારણ સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. ઓફિસમાં રોમાંસ કરતાં આ લોકોમાં દર ચોથી વ્યક્તિ પોતાના બોસને ડેટ કર્યા છે. માત્ર 52 ટકા લોકોએ એ જ ઓફિસમાં સહકર્મીઓને ડેટ કરવા વિશે વિચાર્યું નથી.  આ શોધમાં અમેરિકાના કુલ 696 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 




from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dhyV67
via Latest Gujarati News

Post a Comment

0 Comments