બેટસમેનોના ધબડકાના કારણે ભારત ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં પણ હારની કગાર પર

ક્રાઈસ્ટચર્ચ, તા.1 માર્ચ 2020, રવિવાર

બેટસમેનોના ધબડકાના કારણે ન્યૂઝીલેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પણ ભારત પર હારનો ખતરો મંડરાઈ રહ્યો છે.

પહેલી ઈનિંગમાં ભારતના 242 રનના જવાબમાં આજે મેચના બીજા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગ 235 રનમાં સમેટાઈ ગઈ હતી. શમીએ ચાર અને બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજાને એક વિકેટ મળી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી પૂંછડિયા બેટ્સમેનોએ સારી બેટિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડના સૌથી લાંબા કદના બોલર જેમિસને બેટિંગમાં પણ કમાલ કરીને 49 રન કર્યા હતા. જેના કારણે ભારતને પહેલી ઈનિંગમાં માત્ર સાત રનની લીડ મળી હતી.

જોકે બીજી ઈનિંગમાં ભારતના બેટસમેનોએ ધબડકો કર્યો હતો. અને દિવસના અંતે 90 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન કોહલી ફરી ફ્લોપ રહ્યો હતો. પૂજારાએ 88 બોલમાં 24 રન બનાવ્યા હતા અને બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

કોહલીએ માત્ર 14 રન બનાવ્યા હતા.બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી. હવે ભારત પહેલી ઈનિંગની લીડ સાથે 97 રને આગળ છે અને હાલમાં પંત 1 રને તેમજ હનુમા વિહારી 5 રને બેટિંગમાં છે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32BDNOP
via Latest Gujarati News

Post a Comment

0 Comments