કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સારા સમાચાર, મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો આટલા ટકાનો વધારો


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2020, શુક્રવાર

મોદી સરકારે કર્મચારી અને પેન્શનધારીઓને મોંઘવારી સામે લડવા ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટની શુક્રવારે એક મહત્વની બેઠક થઈ. જેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા. 

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કર્મચારી અને પેંશનધારીઓના મોંઘવારી ભથ્થા 4 ટકા સુધી વધારવા મંજૂરી અપાઇ છે. આ સિવાય યસ બેંકની પુનર્ગઠન યોજનાને પણ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી મોંઘવારી ભથ્થા વધારાની માંગ પર આ નિર્ણય લેવાયો છે. સાથે જ કોરોના વાયરસના કારણે અર્થતંત્રને થયેલ નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપતા મોંઘવારી ભથ્થું 4 ટકા વધારવાને મંજૂરી આપી છે. ગયા અઠવાડિયે રાજ્યસભાના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે માહિતી આપી હતી કે માર્ચ મહિનાના પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થઈ જશે. મોંઘવારી ભથ્થું એવા રૂપિયા છે, જે દેશના સરકારી કર્મચારીઓનું જીવનધોરણ સુધારવા માટે આપવામાં આવે છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ દુનિયાના એવા દેશો છે કે જેના સરકારી કર્મચારીઓને આ ભથ્થું આપવામાં આવે છે. જ્યારે મોંઘવારીમાં વધારો થાય તો કર્મચારીઓના દૈનિક જીવન સ્તરમાં પૈસાના કારણે કોઈ મુશ્કેલી ન આવે.

મોંધવારી ભથ્થું આપવાની શરુઆત વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ હતી. ભારતમાં મુંબઈના કાપડ ઉદ્યોગમાં 1972માં પહેલા મોંઘાવારી ભથ્થાંની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે દરેક સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાની વાત કરી હતી. આ મૂડી સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. 

કોરોના પર આ પાંચ મંત્રાલય દરરોજ આપશે અપડેટ
આ સાથે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કોરોના વાઈરસથી લડવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનને મંત્રીમંડળને કોરોના વિશે માહિતી આપી હતી અને કહ્યું કે ભારતે કોરોના સામેની લડતમાં અને બચાવમાં વિશ્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય,  વાણિજ્ય મંત્રાલય અને નાણાં મંત્રાલયને મહત્વપૂર્ણ આદેશો આપવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મંત્રાલયોના સંયુક્ત સચિવને દૈનિક પત્રકાર પરિષદ યોજી કોરોના વિશે અપડેટ કરવા અથવા માહિતી આપવા સૂચના આપી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IL1KKd
via Latest Gujarati News

Post a Comment

0 Comments