
મુંબઇ,તા.16 માર્ચ 2020 સોમવાર
કોરોના વાયરસના ઓથાર નીચે બોલીવૂડ પણ આવી ગયું છે. બિગ બજ્ટે ફિલ્મોની રિલીઝ અને શૂટિંગ થંભાવી દેવા પડયા છે. આ રીતે મનોરંજન ઇન્ડસ્ટ્રીને મોટો આર્થિક ફટકો પડયો છે. આ દરમિયાન એક સારા સમાચાર એ આવ્યા છે કે, ફિલ્મસર્જક સૂરજ બડજાત્યા અને સલમાન ખાન સાથે કામ કરવાના છે.
સૂત્રની વાત માનીએ તો, ફિલ્મ દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ થોડા દિવસોપહેલા પોતાના આગામી પ્રોજેક્ટ માટે સલમાન સાથે વાતચીત કરી હતી. આ એક કોટુંબિક ડ્રામા પર આધારિત હોવાની વાત છે. કહેવાય છે કે, સલમાને આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. '' હું હ હજી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું અને આ વરસના અંત સુધીમાં મારું કાર્ય પૂરું થશે.
મેં મારો આ આઇડયાને સલમાન ખાન પાસે રજુ કર્યો હતો જે એને બહુ પસંદ પડયો છે. ફિલ્મની વાર્તા ફેમિલી ડ્રામા અને ઇમોશનથી ભારોભાર હશે. '' તેમ સૂરજ બડજાત્યાએ જણાવ્યું હતું.
હાલ સલમાન પોતાની આવનારી ફિલ્મોમાં વ્યસ્ત છે. પ્રભુદેવાના દિગ્દર્શનમાં બની રહેલી તેની ફિલ્મ ' રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' પાસે બહુ આશા રાખી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટાણી, રણદીપ હુડા અને જેકી શ્રોફ કામ કરી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w3dlBW
via Latest Gujarati News
0 Comments