કોરોનાના સંકટ વચ્ચે આ જગ્યાએ અચાનક છુટાછેડા લેવાના કેસમાં વધારો

બેજીંગ, તા. 16 માર્ચ 2020 સોમવાર

કોરોના વાયરસની ઈફેક્ટ વચ્ચે ચીનમાં છુટાછેડાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડેલી મેલના રિપોર્ટ અનુસાર, ચીનના મેરેજ રજિસ્ટ્રી ઓફિસનું માનવુ છે કે એવુ એટલે થઈ રહ્યુ છે કે કોરોના વાયરસના કારણે કપલ ઘરમાં વધારે સમય સાથે પસાર થઈ રહ્યા છે. 

કોરોના વાયરસના સંક્રમણથી બચાવ માટે ચીને દેશના કેટલાક વિસ્તારોમાં લૉક ડાઉનનું એલાન કર્યુ હતુ. લાખો લોકોને લગભગ મહિનાથી ઘરમાં બંધ રહેવુ પડ્યુ. માત્ર ઈમરજન્સી કે અગત્યનું કાર્ય હોવા પર જ લોકોને ઘરની બહાર જવાની અનુમતિ મળી. 

ચીનના સિચુઆન પ્રોવિન્સના એક મેરેજ રજિસ્ટ્રી ઓફિસના અધિકારી લુ શિજુને કહ્યુ કે 24 ફેબ્રુઆરી બાદથી 300 કપલ છુટાછેડા માટે એપોઈન્ટમેન્ટ લઈ ચૂક્યા છે. 

સ્થાનિક મીડિયા સાથે વાત કરતા શિજુને કહ્યુ કે છુટાછેડાના વધારે કિસ્સા સામે આવ્યા છે. લોકો ઘણો સમય ઘરે પસાર કરી રહ્યા છે. સામાન્ય વાત પર કપલ વચ્ચે ભયંકર ઝઘડો થઈ રહ્યો છે અને બાદમાં તેઓ છુટાછેડા લઈ રહ્યા છે. 

શાંઝી પ્રોવિન્સના મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસમાં પણ ડાયવોર્સ માટે એપોઈન્ટમેન્ટ લેનારા લોકોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, લગભગ એક મહિનાથી ઓફિસ પણ બંધ થઈ ગઈ છે. 

એક ઓફિસમાં તો એક જ દિવસમાં 14 કેસ આવ્યા. ફુઝોઉમાં અધિકારીઓએ મોટી સંખ્યામાં આવેદન મળ્યા બાદ એક દિવસમાં છુટાછેડા એપોઈન્ટમેન્ટ આપવાની સીમા 10 કરી દીધી. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qjmv4a
via Latest Gujarati News

Post a Comment

0 Comments