રેલવેનો લોકોને મેસેજ, યુધ્ધ વખતે પણ નહોતી રોકાઈ ટ્રેનો, સ્થિતિની ગંભીરતા સમજો

નવી દિલ્હી, તા.24 માર્ચ 2020, મંગળવાર

કોરોનાના કારણે ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ થયુ છે કે, રેલવેએ આખા દેશમાં ટ્રેન સેવા બંધ કરી છે.

એ પછી લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે રેલવે સોશ્યલ મીડિયા પર મેસેજ મુક્યો છે. જે ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે. રેલવે તરફથી કહેવામાં આવ્યુ છે કે, રેલવે ક્યારેય યુધ્ધના સમયમાં પણ રોકાઈ  નથી. પરિસ્થિતિઓની ગંભીરતા સમજો અને ઘરમાં જ રહો.

ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા 31 માર્ચ સુધી આખા દેશમાં ટ્રેનો બંધ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે. જેના લીધે કરોડો મુસાફરોની અવર જવર બંધ છે. રેલવે સ્ટેશનો સૂના છે. માત્ર માલ સામાનની હેરફેરને ધ્યાનમાં રાખીને ગૂડસ ટ્રેનો ચાલુ રાખવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QDFCFV
via Latest Gujarati News

Post a Comment

0 Comments