પાળેલા કુતરાને બચાવવા માટે ભારતીય સેનાના મેજરે આપી દીધો પોતાનો જીવ

શ્રી નગર, તા. 1. માર્ચ 2020 રવિવાર

માણસ અને કુતરા વચ્ચેની દોસ્તી હજારો વર્ષથી છે અને તેના એક-એક થી ચઢિયાતા ઉદાહરણો પણ મોજુદ છે.

જોકે કાશ્મીરમાં ભારતીય સેનાના એક મેજરે પોતાના બે પાળેલા ડોગને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હોવાના કિસ્સાની ચારે તરફ ચર્ચા છે.

કાશ્મીર ઘાટીમાં બારામુલા જિલ્લામાં રહેતા અને આર્મીની સિગ્નલ કોરમાં ફરજ બજાવતા મેજર અંકિત બુધ્ધરાજના ઘરમાં શનિવારે રાતે આગ લાગી હતી.ભારે બહાદુરી બતાવીને મેજરે પોતાની પત્ની અને બે પાળેલા કુતરાને ઘરની બહાર સહી સલામત કાઢી લીધા હતા.

બીજા કુતરાને બચાવવાના પ્રયાસમાં તેઓ 90 ટકા દાઝી ગયા હતા અને તેમનું સ્થળ પર જ મોત થયુ હતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x2G2Pz
via Latest Gujarati News

Post a Comment

0 Comments