કોરોના વાઇરસના કારણે દિલ્હીમા IPLની તમામ મેચો રદ

નવી દિલ્હી, તા. 13 માર્ચ 2020, શુક્રવાર

દેશમા કોરોના વાઇરસના વધતા કેસના લીધે કાર્યક્રમો, સ્કુલ અને કોલેજ પર પ્રતિબંધ મુકવામા આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીના ઉપપ્રમુખ મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સમા જાહેરાત કરતા કહ્યુ કે, વધુ ભીડવાળા તમામ કાર્યક્રમોને રદ કરવામા આવશે. જે રમતમા હજારો લોકો એકઠા થતા હોય, તેવા આયોજનો નહીં થાય. કોરોના વાઇરસને ફેલાતો રોકવાની જવાબદારી બધા લોકોની છે. તેમજ શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાય તો સાવચેતીપૂર્વક ઘરમા જ રહેવુ હિતાવહ છે. 

દિલ્હીમા 30 માર્ચના IPL મેચ

દિલ્હીમા IPLની 7 મેચ યોજાવાની છે. દિલ્હીમા 30 માર્ચના રોજ દિલ્હી કેપટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ યોજાનાર છે. દિલ્હીમા કોરોના વાઇરસને ફેલાતા અટકાવવા માટે IPLની મેચ રદ કરવામા આવે છે. કારણકે બહોળા પ્રમાણમા લોકો IPL જોવા આવે છે. જેથી વાઇરસના સંક્રમણની શક્યતા વધી જાય છે. 

આરોગ્યના જોખમે IPL મેચ રમી શકાય નહીં: બાબુલ સુપ્રિયા

પશ્ચિમ બંગાળના બીજેપીના સંસદ બાબુલ સુપ્રિયોએ IPL વિશે વાત કરી કે, WHOએ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. રમત જીવન માટે મહત્વપૂર્ણ છે, પરંતુ આરોગ્યને જોખમમા મૂકિને રમી શકાય નહીં. જ્યા મોટી સંખ્યામા લોકો IPLને જોવા આવે છે. તો હું માનુ છુ અને આશા રાખુ છુ કે, IPLને સ્થગિત કરવામા આવે. 





from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cUZ6Q5
via Latest Gujarati News

Post a Comment

0 Comments