નવી દિલ્હી, તા. 18 માર્ચ 2020, બુધવાર
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. નોએડામાં વધુ એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ આંકડો હવે 149થી ઉપર પહોંચી ગયો છે. તેમાં 124 ભારતીય અને 25 વિદેશી સામેલ છે. નોએડમાં ઇન્ડોનેશિયાથી પરત ફરેલા એક વ્યક્તિનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નોએડામાં કોરોના વાઇરસનો આ ચોથો પોઝિટીવ કેસ છે.
આ બધા વચ્ચે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. કોરોનાના કારણે દેશમાં ત્રીજી વ્યક્તિનું જ્યારે મહારાષ્ટ્રમાં પ્રથમ વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અગાઉ દિલ્હી અને કર્ણાટકમાં પણ એક-એક દર્દીનાં મોત થઈ ગયા છે.
દેશભરમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેવા સમયે દેશની અગ્રણી મેડિકલ રિસર્ચ સંસૃથા આઈસીએમઆરે ચેતવણી આપી છે કે દેશ કોરોનાના ત્રીજા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યો છે અને આ તબક્કો વિનાશક બનવાની આશંકા છે.
ભારતીય સેનાની તમામ ભરતી રદ
ભારતીય સેનાએ કોવિડ-19ના કહેરનો ધ્યાનમાં રાખી 20 માર્ચથી શરુ થતી તમામ Service Selection Board (SSB)ને નવી જાહેરાત સુધી ટાળી છે.
બધુ સરકાર પર ન છોડી શકાયઃ સુપ્રીમ કોર્ટ
કોરોના વાઇરસ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું બધુ સરકાર પર ન છોડી શકાય. જસ્ટીસ અરુણ મિશ્રાએ કહ્યું કે આ મહામારી દર 100 વર્ષે આવે છે. કળયુગમાં વાઇરસનો સામનો કરી શકીએ તેમ નથી. તમે તમામ હથિયારોને તૈયાર કરી શકો છો પરંતુ આ વાઇરસ સામે મુકાબલો નહી કરી શકો. આપણે આપી રીતે તેનો સામનો કરવો પડશે.
લખનૌમાં સારવાર કરી રહેલા ડોક્ટરને ચેપ લાગ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ત્રીજો પોઝિટીવ કેસ સામે આવ્યો છે. લખનૌમાં કોરોનાના દર્દીની સાવરાર કરી રહેલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
અમેરિકામા મૃત્યુઆંક 100ને પાર
અમેરિકાના તમામ રાજ્યમા કોરોના વાઇરસ ફેલાઇ ગયો છે. જેના કારણે ફક્ત અમેરિકામા જ આ વાઇરસથી 105 લોકોની મૃત્યુ થઇ ગયુ છે. આ વાઇરસથી લડવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને સરળ રીતે ચલાવવા 1 હજાર અબજ ડોલરનુ પેકેજ જાહેર કર્યુ છે.
વુહાનમા 2 દિવસમા માત્ર 1 કેસ નોંધાયો
બીજી તરફ કોરોના વાઇરસનુ જન્મ કેન્દ્ર વુહાનમાં વિરોધાભાસ જોવા મલ્યો છે. શહેરમા બે દિવસમા ફક્ત 1 કેસ નોંધાયો છે. જેથી પરથી તારણ કાઢી શકાય છે કે, ચીનમાં પરિસ્થિતિ કાબુમા આવી રહી છે. જો કે, દેશમા કોરોના વાઇરસથી વધુ 11 લોકોની મૃત્યુ થવાના કારણે મૃત્યુઆંક 3,237 થઇ ગઇ છે. આ વાતની ખાતરી આપતા ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગેએ જણાવ્યુ કે, મંગળવારના રોજ દેશમાં 11 લોકો મૃત્યુ પામ્યા છે, તેમજ 13 નવા કેસ સામે આવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xOMaLx
via Latest Gujarati News
0 Comments