LIVE: 173 દેશમાં પહોંચ્યો કોરોના વાઇરસ, અત્યાર સુધીમાં 8952ના મોત

- ભારતમાં 11 વાગ્યા સુધીમાં 174 પોઝિટીવ કેસ

અમદાવાદ, તા. 19 માર્ચ 2020, ગુરૂવાર

કોરોના વાઇરસ હવે દુનિયાના લગભગ તમામ દેશોમાં પહોંચી ગયો છે. ગુરુવાર સવાર સુધી કુલ 173 દેશ તેની ચપેટમાં આવી ચુક્યાં છે. અત્યાર સુધી 8952 લોકોના મોત અને 2,19,952 કેસ સામે આવી ચુક્યાં છે. રાહતના સમાચાર એ છે કે 84,795 દર્દી સાજા પણ થઇ ગયા છે.


ભારતમાં 11 વાગ્યા સુધી 174 પોઝિટીવ કેસ નોંધાયા

ભારતમાં બુધવારના રોજ સંક્રમણના 28 નવા કેસ સામે આવ્યાં હતા જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં કોરોનાના 3 નવા કેસ સામે આવી ચુક્યાં છે.

મુંબઇમાં 2 મહિલા અને છત્તીસગઢમાં એક મહિલાને કોરોના વાઇરસ પોઝિટીવ આવ્યો છે. આમ દેશમાં સંક્રમણના કુલ 175 કેસ સામે આવી ચુક્યાં છે. તેમાં 25 વિદેશી નાગરિક છે. જ્યારે ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33rG9Af
via Latest Gujarati News

Post a Comment

0 Comments